CM Yogi result

UP election result 2022: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ફરી બનાવશે સરકાર, ટ્રેન્ડમાં ભાજપને સ્પષ્ટ બહુમત

UP election result 2022: ટ્રેન્ડમાં ભાજપા 250 બેઠકને પાર કરી લીધી છે, જે બહુમતીના 203ના આંકડા કરતાં ઘણી વધારે

લખનઉ, ૧૦ માર્ચ: UP election result 2022: ઉત્તરપ્રદેશમાં મોદી અને યોગીની જોડી ફરી હિટ થતી જોવા મળી રહી છે. ટ્રેન્ડમાં (UP election result 2022) ભાજપા 250 બેઠકને પાર કરી લીધી છે, જે બહુમતીના 203ના આંકડા કરતાં ઘણી વધારે છે. જોકે, ગત ચૂંટણીના મુકાબલે BJPને 50 સીટોનું નુકસાન થતુ જોવા મળી રહ્યું છે જ્યારે અખિલેશને 66 સીટોનો ફાયદો થઈ રહ્યો છે. કોંગ્રેસ અને બસપા ડબલ ડિજિટનો આંક પણ પાર નથી કરી શક્યા. સપાનો આંકડો પણ 120ને પાર કરી ગયો છે.

આ પણ વાંચો: Punjab Election Results 2022: પંજાબમાં ચાલી ગયો ઝાડુનો જાદુ, 90 બેઠકો પર આપ ને બહુમત

પક્ષકેટલી બેઠક પર આગળ
ભાજપ272
સપા120
બસપા04
કોંગ્રેસ04
અન્ય03

યોગી આદિત્યનાથ ગોરખપુરથી આગળ છે અને અખિલેશ યાદવ કરહાલથી આગળ છે, ગોરખપુરથી યોગી આદિત્યનાથ 51,000 વોટથી આગળ ચાલી રહ્યા છે જ્યારે સપા અધ્યક્ષ અખિલેશ યાદવ કરહલ બેઠક પરથી 26000 વોટથી આગળ છે. સિરાથૂ બેઠક પર કેશવ પ્રસાદ મોર્ય 2821 વોટોથી પાછળ ચાલી રહ્યા છે.

અયોધ્યામાં 4 સીટ પર BJP

ઉત્તર પ્રદેશની અયોધ્યાની કુલ 5 સીટમાંથી 4 સીટ પર બીજેપી આગળ ચાલી રહી છે. એક સીટ પર સપા આગળ છે. અયોધ્યાવી ગોસાઈગંજ વિધાનસભા સીટથી સપા ઉમેદવાર અભય સિંહ 2600 સીટથી આગળ ચાલી રહ્યા છે અને અહીં ભાજપ ઉમેદવાર આરતી તિવારી પાછળ છે.

Gujarati banner 01