roopa ganguli

Rupali Ganguly joins BJP: ટીવીની અનુપમાની રાજનીતિમાં એન્ટ્રી, રુપાલી ગાંગુલી ભાજપમાં જોડાઇ- જુઓ વીડિયો

Rupali Ganguly joins BJP:રૂપાલી ગાંગુલી આજે વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે

whatsapp banner

મનોરંજન ડેસ્ક, 01 મેઃ Rupali Ganguly joins BJP: ‘અનુપમા’થી શોથી ટીવી ઈન્ડસ્ટ્રીની ટોચનાં અભિનેત્રી બનેલા રૂપાલી ગાંગુલી પોતાના જોરદાર અભિનયથી ઘર-ઘરમાં જાણીતા બન્યાં છે. કોરોના કાળમાં આ શોએ ઘણા રેકોર્ડ તોડ્યા હતા અને સૌથી વધુ જોવાયેલો શો પણ બન્યો હતો. જયારે હવે આ શો સૌથી વધુ લોકપ્રિય છે. આ શોના કારણે રૂપાલી ગાંગુલી ચર્ચામાં રહે છે, પણ હાલ તેની રાજનીતિમાં એન્ટ્રી ચર્ચાનો વિષય બની છે.

આ પણ વાંચો:- Rahul Gandhi Statement: શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાના રાહુલ ગાંધીનું પાયાવિહોણું નિવેદનઃ ચંપત રાય

રૂપાલી ગાંગુલી આજે વિનોદ તાવડે અને અનિલ બલુનીની હાજરીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા છે. આ દરમિયાન તેમનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં બીજેપી પાર્ટીના લોકો તેમનું સ્વાગત કરતા જોવા મળે છે.

રૂપાલી ગાંગુલીએ તેના એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે અનુપમાના પાત્ર માટે કામ કરતી વખતે તેણે પીએમ મોદીની મદદ લીધી હતી. તેણીએ પીએમ મોદીની ગુજરાતી ભાષામાંથી અનુપમાના ઉચ્ચાર શીખ્યા હતા.

માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ તેમણે ગુજરાતી ઉચ્ચાર શીખવા માટે પાડોશીની મદદ પણ લીધી હતી. રૂપાલી પીએમ મોદીની મોટી ફેન છે. તાજેતરમાં, અભિનેત્રીએ એક લાંબી પોસ્ટ શેર કરતી વખતે, પીએમ સાથેની તેની મુલાકાત વિશે જણાવ્યું હતું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો