rahul gandhi on ram mandir

Rahul Gandhi Statement: શ્રી રામલલા પ્રાણ પ્રતિષ્ઠામાં રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાના રાહુલ ગાંધીનું પાયાવિહોણું નિવેદનઃ ચંપત રાય

Rahul Gandhi Statement: રાહુલ ગાંધીના નિવેદન પર રામ જન્મભૂમિ મંદિર ટ્રસ્ટનો વણતો જવાબ

અયોધ્યા, 01 મે: Rahul Gandhi Statement: શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે રામલલા પ્રાણ પ્રતિષ્ઠા માટે રાષ્ટ્રપતિને આમંત્રણ ન આપવાના રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે, રાહુલ ગાંધીનું નિવેદન સંપૂર્ણપણે પાયાવિહોણું, ખોટા અને ભ્રામક છે.

આ પણ વાંચો:- Lux New Brand Ambassador: પિતા બાદ દીકરી સુહાના બની લક્સ સાબુની બ્રાન્ડ એમ્બેસેડર , પર્પલ ડ્રેસમાં જોવા મળી એક્ટ્રેસ

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના જનરલ સેક્રેટરી ચંપત રાયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો દ્વારા પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે હું રાહુલ ગાંધીને કહેવા માંગુ છું કે અયોધ્યામાં આયોજિત શ્રી રામ લલ્લા પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પૂર્વ રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ બંનેને આમંત્રણ આપવામાં આવ્યું હતું.

ચંપત રાયે એમ પણ કહ્યું કે પ્રાણ પ્રતિષ્ઠામાં, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત જાતિના પરિવારોએ પણ શ્રી રામ જન્મભૂમિ મંદિરના ગુડ મંડપમાં પૂજા કરી હતી. તેથી, આવા નિવેદનો સમાજમાં વિખવાદ પેદા કરી શકે છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *