Covishield Vaccine

Covishield Vaccine: કોવિશિલ્ડ વેક્સિનની આડઅસર મુદ્દે એસ્ટ્રાઝેનેકાનું મોટુ નિવેદન, વાંચો શું કહ્યું?

Covishield Vaccine: બ્રિટનની એક કોર્ટમાં કંપની સામે 100 મિલિયન પાઉન્ડનો કેસ ચાલી રહ્યો છે

whatsapp banner

નવી દિલ્હી, 01 મેઃ Covishield Vaccine: કોવિશિલ્ડ વેક્સિનની આડઅસરને મુદ્દે એસ્ટ્રાઝેનેકા-ઓક્સફર્ડનું નિવેદન સામે આવ્યાં બાદ હોબાળો મચી ગયો છે. દરમિયાન કંપનીએ દર્દીઓની સુરક્ષા પ્રત્યે પોતાની સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે જ કહ્યું કે અમુક જ કિસ્સામાં લોહીની ગાંઠ બનવી અને પ્લેટલેટ ઘટવાની શક્યતા છે. ભારતમાં કોવિશિલ્ડના નામથી આ વેક્સિન આપવામાં આવે છે. તેને પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા દ્વારા બનાવવામાં આવે છે.

આ પણ વાંચો:- Rupali Ganguly joins BJP: ટીવીની અનુપમાની રાજનીતિમાં એન્ટ્રી, રુપાલી ગાંગુલી ભાજપમાં જોડાઇ- જુઓ વીડિયો

આ પહેલી વખત નથી જ્યારે એસ્ટ્રાઝેનેકાએ કોવિડ વેક્સિન સંબંધિત આડઅસરની વાત સ્વીકારી છે. બ્રિટનની એક કોર્ટમાં કંપની સામે 100 મિલિયન પાઉન્ડનો કેસ ચાલી રહ્યો છે. કંપનીએ એ સ્વીકાર કર્યું છે કે અત્યંત દુર્લભ કેસમાં વેક્સિન થ્રોમ્બોસિસ થ્રોમ્બોસાઈટોપેનિયા સિન્ડ્રોમનું કારણ બની શકે છે.

એસ્ટ્રાઝેનેકાએ એક નિવેદનમાં કહ્યું, ‘તે લોકો પ્રત્યે અમારી સહાનુભૂતિ છે જેમણે વેક્સિનની આડઅસરના કારણે પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે કે પછી તેમને કોઈ ગંભીર સમસ્યા થઈ છે. દર્દીઓની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે. વેક્સિન સહિત તમામ દવાઓના સુરક્ષિત ઉપયોગને નક્કી કરવા માટે અમારી પાસે સ્પષ્ટ અને આકરા ધોરણ છે’. WHOએ વેક્સિનને 18 વર્ષ અને તેનાથી વધુ ઉંમર ધરાવતા તમામ વ્યક્તિઓ માટે સુરક્ષિત અને અસરકારક ગણાવી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો