Sanjay Singh Remand: આપ સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જાણો કેટલા દિવસના થયા રિમાન્ડ મંજૂર
Sanjay Singh Remand: રાઉઝ એવેન્યૂ કોર્ટે સંજય સિંહને 5 દિવસની ઈડીની રિમાન્ડ પર મોકલી દીધા
નવી દિલ્હી, 05 ઓક્ટોબરઃ Sanjay Singh Remand: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી ગઈ છે. હકીકતમાં, રાઉઝ એવેન્યૂ કોર્ટે સંજય સિંહને ઈડીની રિમાન્ડ પર મોકલી દીધા છે. ઈડીએ 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી, પરંતુ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા છે.
ખબર હોય કે, દિલ્હી શરાબ નીતિ મામલામાં ઈડીએ બુધવારએ સંજય સિંહના નોર્થ એવેન્યૂ સ્થિત સરકારી આવાસ પર દરોડા પાડ્યા હતા અને પૂછપરછ બાદ તેમની ધરપકડ કરી હતી. ઈડીનો આરોપ છે કે કેટલાક ડીલરને ફાયદો પહોંચાડવા માટે કથિત રીતે લાંચ લેવામાં આવી હતી.
શું દલીલ કરવામાં આવી?
મામલાની સુનાવણી દરમિયાન આપ નેતા સંજય સિંહે કોર્ટમાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચૂંટણી હારી રહ્યાં છે. આ કારણ છે કે તે લોકો આ કરાવી રહ્યાં છે. તો સિંહનો પક્ષ રાખી રહેલા વકીલ મોહિત માથુરે કહ્યુ કે, ક્યા આધાર પર ધરપકડ કરવામાં આવી તે જણાવવામાં આવે. અમને રિમાન્ડ પેપર આપવામાં આવે. સિંહના વકીલની દલીલ પર ઈડીએ કહ્યું કે આપી દેશું. ત્યારબાદ તેમને રિમાન્ડ પેપર આપી દેવામાં આવ્યું હતું.
ઈડીએ શું કહ્યું?
ઈડીના વકીલે કોર્ટમાં દાવો કર્યો કે બે અલગ-અલગ ટ્રાન્ઝેક્શન થયા છે. તેમાં કુલ 2 કરોડની લેતીદેતી થઈ છે. દિનેશ અરોડાના નિવેદન પ્રમાણે તેણે લેતી-દેતીની વાત ફોન પર સ્વીકાર કરી છે. કેન્દ્રીય તપાસ એજન્સીના રિમાન્ડ પેપરમાં સંજય સિંહના ઘર પર પૈસાની લેતી-દેતીનો ઉલ્લેખ છે. તેમાં જણાવવામાં આવ્યું કે પ્રથમવારમાં 1 કરોડ અને બીજા હપ્તામાં પણ 1 કરોડની લેતી-દેતી સંજય સિંહના ઘરે થઈ છે.
ઈડીએ કહ્યું કે, દિનેશ અરોડાના કર્મચારીએ જણાવ્યું કે તેણે 2 કરોડ રૂપિયા સંજય સિંહના ઘર પર આપ્યા. આ સિવાય 1 કરોડ ઈન્ડો સ્પ્રિટની ઓફિસથી લઈને પણ સિંહના ઘરે આપ્યા. કાલે જે સર્ચ થયું તેમાં ડિજિટલ પૂરાવા મળ્યા તેને લઈને સવાલ કરવાના છે. સિંહના ફોન અમે જપ્ત કર્યાં છે. કેટલાક કોન્ટેક્ટ નંબર મળ્યા છે.
આ પણ વાંચો… Israel Ambassador Visit SOU: ઈઝરાયેલના રાજદૂત નાઓર ગિલોનએ તેમની ટીમ સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટી મુલાકાત લીધી