Border 2 Movie

Border 2 Movie: ‘ગદર 2’ બાદ હવે બોર્ડર 2 માટે થઈ જાઓ તૈયાર, સની દેઓલ સાથે આ અભિનેતાની એન્ટ્રી કંફર્મ..!

Border 2 Movie: એક્ટર આયુષ્માન ખુરાના બોર્ડર 2માં જોવા મળી શકે છે

મનોરંજન ડેસ્ક, 05 ઓક્ટોબરઃ Border 2 Movie: બોલિવૂડમાં હાલ રિમેકનો યુગ ચાલી રહ્યો છે. એક પછી એક ફિલ્મોની સિક્વલ આવી રહી છે. જ્યારે મોટાભાગની હિટ ફિલ્મોની સિક્વલ પાઇપલાઇનમાં છે. તાજેતરમાં, સની દેઓલ અભિનીત ‘ગદર 2’ રિલીઝ થઈ હતી જેણે બોક્સ ઓફિસ પર જોરદાર કમાણી કરી હતી. આ સિક્વલ બાદ હવે સની દેઓલ તેની ફિલ્મ બોર્ડરના બીજા ભાગ પર કામ કરવા જઈ રહ્યો છે.

1997ના ભારત-પાકિસ્તાન યુદ્ધ પર આધારિત બોર્ડરના બીજા ભાગની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. ‘ગદર 2’ની સફળતા બાદ સની દેઓલ નાની ભૂમિકાઓ ભજવવાના મૂડમાં નથી. સુપરસ્ટારે ગઈકાલે જ રાજકુમાર સંતોષી અને આમિર ખાન સાથે તેની આગામી ફિલ્મની જાહેરાત કરી છે. રિપોર્ટ્સ અનુસાર સની, જેપી દત્તા અને નિધિ દત્તાએ ‘ગદર 2’ માટે હાથ મિલાવ્યા છે.

એવા સમાચાર છે કે બોર્ડર 2 આવતા વર્ષે કોઈપણ સમયે ફ્લોર પર જઈ શકે છે. આ સાથે જ આ ફિલ્મ સાથે અન્ય એક અભિનેતાનું નામ જોડાયું છે. એક્ટર આયુષ્માન ખુરાના બોર્ડર 2માં જોવા મળી શકે છે. ખુરાના પહેલીવાર સની દેઓલ સાથે સ્ક્રીન શેર કરશે. હાલમાં જેપી દત્તાની બોર્ડર 2 માટે આયુષ્માન ખુરાના સાથે વાતચીત ચાલી રહી છે. અભિનેતા સની સાથે આર્મી ઓફિસરના રોલમાં જોવા મળશે.

આ પણ વાંચો… Sanjay Singh Remand: આપ સાંસદ સંજય સિંહની મુશ્કેલીઓ વધી, જાણો કેટલા દિવસના થયા રિમાન્ડ મંજૂર

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો