321015 kejri 1

સીએમ કેજરીવાલે સિંગાપુર(Singapore)ને લઇ આપ્યુ મોટુ નિવેદન, સિંગાપુરે આપત્તિ જતાવી તો વિદેશ મંત્રી એ કરવી પડી ચોખવટ- વાંચો શું છે મામલો?

નવી દિલ્હી, 20 મેઃ કોરોનાના કપરા કાળ વચ્ચે હવે એક નવો વિવાદ જાગ્યો છે. દિલ્હીના મુખ્ય પ્રધાને એક ટ્વીટ કરી સિંગાપુર (Singapore)ના કોવિડ વેરિયન્ટ વિશે ટિપ્પણી કરી હતી. એનાથી હવે સિંગાપુર ભડકી ઊઠ્યું છે. સિંગાપુરની સરકારે ભારતના હાઈ કમિશનને બોલાવી કેજરીવાલના ‘સિંગાપુર વેરિયન્ટ’ પર કરેલા ટ્વીટ વિશે સખત આપત્તિ જતાવી છે.

હકીકતમાં કેજરીવાલે મંગળવારે ટ્વીટ કરી કેન્દ્ર સરકારને સૂચન આપ્યું હતું કે “સિંગાપુર(Singapore)માં આવેલા કોરોનાનું નવું સ્વરૂપ બાળકો માટે અત્યંત જોખમી હોવાનું કહેવાય છે, ભારતમાં એ ત્રીજી લહેર તરીકે આવી શકે છે. મારી અપીલ છે કે સિંગાપુર સાથેની હવાઈ સેવાઓને તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે. બાળકો માટે પણ રસીના વિકલ્પો બાબતે પ્રાથમિકતા આપવી જોઈએ.” આ ટ્વીટને લઈ સમગ્ર વિવાદ જાગ્યો હતો. સિંગાપુરના ભારત દૂતાવાસે આ બાબતે ટ્વીટ કરી જવાબ આપ્યો હતો કે“સિંગાપુરમાં નવો કોવિડનો કોઈ વેરિયન્ટ નથી. ફિલોજેનેટિક પરીક્ષણમાં જણાયું છે કે સિંગાપુરમાં તાજેતરના સપ્તાહમાં બાળકો સહિત, ઘણા કોવિડ કેસોમાં બી.૧.૬૧૭.૨ વેરિયન્ટ જોવા મળ્યું છે.” આ વેરિયન્ટ પહેલાં ભારતમાં જોવાયું હતું.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારે પણ આ વિશે સ્પષ્ટતા કરવી પડી હતી. એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે દિલ્હીના મુખ્ય પ્રધાન ભારત માટે બોલતા નથી. ઉપરાંત સિંગાપુર(Singapore)ના સ્વાસ્થ્ય મંત્રાલયે પણ આ દાવાને ફગાવી દીધો હતો.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો….

વાવાઝોડાના કારણે રાજ્યભરમાં અટકેલી આવેલી રસીકરણ(vaccination)ની પ્રક્રિયા આજથી શરૂ, પણ આ મહાનગરમાં ડ્રાઇવ થ્રુ વેક્સિનેશન બંધ…!

ADVT Dental Titanium