vdr

VDR Partition Horror Memorial Day: વડોદરા મંડળ ના 06 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન

VDR Partition Horror Memorial Day: પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે નિમિત્તે વડોદરા મંડળ ના 06 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન

google news png

વડોદરા, 14 ઓગસ્ટ: VDR Partition Horror Memorial Day: પાર્ટીશન હોરર્સ મેમોરિયલ ડે નિમિત્તે વડોદરા મંડળ ના 06 રેલવે સ્ટેશનો પર ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. રંગબેરંગી રોશનીથી વડોદરા, એકતાનગર, પ્રતાપનગર, ડભોઈ અને ગોધરા સ્ટેશનો અને ડીઆરએમ ઓફિસો અને નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયન રેલવે (NAIR) ને શણગારવામાં આવ્યા છે.

આ પણ વાંચો:- RJT Partition Horror Memorial Day: રાજકોટ રેલ્વે ડિવિઝન દ્વારા 5 રેલ્વે સ્ટેશનો પર ફોટો પ્રદર્શન નું આયોજન

પશ્ચિમ રેલ્વેના વડોદરા ડિવિઝનમાં, 14મી ઓગસ્ટને લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં “પાર્ટીશન ડિઝાસ્ટર મેમોરિયલ ડે” તરીકે ઉજવવામાં આવ્યો હતો. આ દરમિયાન વડોદરા ડિવિઝનના વડોદરા, પ્રતાપનગર, એકતાનગર, ગોધરા, ભરૂચ અને આણંદ સ્ટેશન અને પ્રતાપનગર સ્થિત ડીઆરએએમ ઓફિસ ખાતે ફોટો પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Rakhi Sale 2024 ads

આ દિવસ દેશના તે લોકોના સંઘર્ષ અને બલિદાનની યાદમાં ઉજવવામાં આવે છે જેમણે નફરત અને હિંસાથી પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ફોટો પ્રદર્શનમાં, દેશના વિભાજન દરમિયાન જે લાખો લોકો ની હૃદયદ્રાવક પીડા સહન કરવા પડ્યા હતા તેમની અને વેદનાને ઉજાગર કરવા માટે ઇતિહાસની અદમ્ય હકીકતો પ્રદર્શિત કરવામાં આવી છે.

આ પ્રદર્શન માનવ વસ્તીના સૌથી મોટા વિનાશને સમર્પિત છે પાછલી સદીમાં તે વિસ્થાપનની યાદ અપાવે છે જેમાં મોટી સંખ્યામાં લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ સ્ટેશનો પર મોટી સંખ્યામાં લોકોએ આ પ્રદર્શનની મુલાકાત લીધી હતી.

VDR Partition Horror Memorial Day

હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત વડોદરા મંડળ ના વડોદરા, એકતાનગર, પ્રતાપનગર, ડભોઇ અને ગોધરા સ્ટેશન, ડીઆરએમ ઓફિસ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન રેલવે (એનએઆઇઆર) ખાતે આકર્ષક રોશની કરવામાં આવી હતી.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો