Jitu vaghani

Students choose government school: રાજ્યમાં 5 વર્ષમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો

Students choose government school: શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં જે પ્રકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા છે.

ગાંધીનગર, 07 જૂનઃ Students choose government school: રાજ્યમાં 5 વર્ષમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. કોરોના કાળમાં ખાનગી શાળાઓ દ્વારા વાલીઓ પાસેથી શિક્ષણ કાર્ય ચાલુ નહી હોવા છતા ફી ની ઉઘરાણી કરી હતી. જેથી કોરોના કાળમાં ઠપ પડેલા ધંધા રોજગારને લીધે વાલીઓ સરકારી શાળાઓ તરફ વળ્યા હતા.  

શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, રાજ્યની સરકારી શાળાઓમાં જે પ્રકારે ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવી રહ્યું છે જેને અનુલક્ષીને છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ રાજ્યની સરકારી શાળામાં દાખલ થયા છે.

ગત વર્ષે રાજ્યના ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો છે જે ખૂબ જ ગૌરવની બાબત છે. રાજ્યમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઉભો કર્યો છે ત્યારે બોર્ડની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓને અભિનંદન આપી, અસફળ થયેલા વિદ્યાર્થીઓને નિરાશ ન થઈ વધુ એક પ્રયાસ સાથે બેસ્ટ પરફોર્મન્સ આપવા મંત્રી વાઘાણીએ અનુરોધ કર્યો છે.

Advertisement

આ પણ વાંચોઃ father abused his daughter: બાપની હેવાનિયતે હદ પાર કરી, ભાવનગરમાં સાવકી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું 

GIET અને GCERTના સંયુક્ત ઉપક્રમે અમદાવાદ ખાતે આયોજિત ગ્રીષ્મોત્સવના સમાપન સમારંભમાં સમારો હ યોજાયો હતો. જેમા રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું કે, ગ્રીષ્મોત્સવની શરૂઆત સૌપ્રથમ વખત ગુજરાતમાં થઈ છે. શિક્ષણ વિભાગનો આ એક અનોખો પ્રયોગ છે.  

મંત્રીએ ઉમેર્યું કે, આ કાર્યક્રમમાં રાજ્યના તમામ તાલુકાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું છે અને તેમાં પણ સરકારી શાળાના બાળકો પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ એવા ગરીબ અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે જેમના વાલીઓ છૂટક મજૂરી અથવા તો ખેતી કરીને ગુજરાન ચલાવે છે. આ રીતે દિવાળીના વેકેશનમાં શરદોત્સવનું પણ આયોજન કરવામાં આવશે.  

Advertisement

મંત્રીએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૪ વર્ષમાં વિવિધ ઉત્સવો અને કાર્યક્રમો થકી શિક્ષણના સ્તરમાં ખૂબ સુધારો આવ્યો છે. છેલ્લા ૫ વર્ષમાં ૪ લાખ જેટલા નવા વિદ્યાર્થીઓ સરકારી શાળામાં દાખલ થયા છે જે વિક્રમજનક આંકડો છે. ગત વર્ષે ૧ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. કોરોનાકાળમાં પણ વિદ્યાર્થી પર અભ્યાસક્રમનો ભાર ન રહે તે પ્રમાણે વ્યવસ્થા ગોઠવાઈ હતી. ૨૫ ટકા સિલેબસ કાપવાની વાતને નિષ્ણાંતો સાથે વિમર્શ કરી વિદ્યાર્થીઓના હિતમાં નકારી અને વધુ સવાલ, ઓછા જવાબની પદ્ધતિ પ્રમાણે પરીક્ષા લેવાઈ હતી. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે ફીયરલેસ એક્ઝામનો માહોલ શિક્ષણ વિભાગે ઉભો કર્યો.(સોર્સઃ ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ Terrible accident between car and truck: એક જ પરિવારનાં આઠ લોકોનાં મોત, બાડમેરમાં કાર અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માત

Gujarati banner 01

Advertisement