Ahmedabad Rathyatra 1

Preparation of the jalyatra before the Rathyatra: અમદાવાદમાં કોરોનાના બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં જળયાત્રા થશે, રાજકિય નેતાઓ રહેશે ઉપસ્થિત

Preparation of the jalyatra before the Rathyatra: 1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે ત્યારે એ પહેલા જળયાત્રા નિકળશે. આ વખતે બે વર્ષ બાદ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

અમદાવાદ, 07 જૂનઃPreparation of the jalyatra before the Rathyatra: જેઠ સુદ પુનમના દિવસે ભગવાનની જળયાત્રા નિકળશે. સવારે 7.30 કલાકથી જગન્નાથ મંદિરથી આ જળયાત્રા નિકળશે. ખાસ કરીને આ પહેલા કોરોનાના બે વર્ષ વિત્યા છે  ત્યારે બે વર્ષ બાદ જળયાત્રાનું આયોજન કરાયું છે, જેને લઈને તૈયારીઓ પણ આરંભાઈ દેવામાં આવી છે.

આ જળયાત્રાની અંદર ગૃહમંત્રી હર્ષ સંઘવી સહીતના રાજકિય  આગેવાનો ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જળયાત્રામાં ગંગાપૂજન કરવામાં આવતું હોય છે આ પૂજન પછી 108 કળશમાં જળ ભરી આ યાત્રા પરત ફરતી હોય છે અને ભગવાનનો જળાભિષેક કરવામાં આવે છે. 

આ પણ વાંચોઃ Students choose government school: રાજ્યમાં 5 વર્ષમાં 4 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળામાં પ્રવેશ મેળવ્યો
1 જુલાઈના રોજ ભગવાન જગન્નાથની રથયાત્રા નિકળી રહી છે ત્યારે એ પહેલા જળયાત્રા નિકળશે. આ વખતે બે વર્ષ બાદ રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે. જેને લઈને સંપૂર્ણ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ વખતે રથયાત્રાની સાથે સાથે જળયાત્રાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે.

આ રથયાત્રામાં હાથી,  ઘોડા, અખાડા અને ભજન મંજળી અને ભાવી ભક્તોની ઉપસ્થિતિમાં આ જળયાત્રા સવારે 7.30 કલાકે નિકળશે. ભદુરના આરેથી સાબરમતીની આરતી કરી ભગવાનને જ્યેષ્ઠાભિષેક કરવામાં આવશે. ત્યાર બાદ ભગવાન ગજવેશ ધારણ કરશે. વર્ષમાં એક વાર ભગવાન ગજવેશ ધારણ કરતા હોય છે. આમ આ વખતે ભવ્ય જળયાત્રા નિકળશે. (સોર્સ- ન્યુઝ રીચ)

આ પણ વાંચોઃ father abused his daughter: બાપની હેવાનિયતે હદ પાર કરી, ભાવનગરમાં સાવકી દીકરી ઉપર વારંવાર દુષ્કર્મ ગુજાર્યું 

Gujarati banner 01