2 senior citizens of Congress joined BJP

2 senior citizens of Congress joined BJP: કોંગ્રેસના બે સિનિયર સિટીજન ભાજપમાં જોડાયા, કહ્યું વિકાસની રાજનીતિના કારણે ભાજપમાં આવ્યા- વાંચો વિગત

2 senior citizens of Congress joined BJP: શુ નરેશ રાવલને ભાજપ સીએમ બનાવશે કે રાજુ ભાઇને ફરીથી રાજ્યસભામાં મોકલીને કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન બનાવશે?

ગાંધીનગર, 18 ઓગષ્ટઃ2 senior citizens of Congress joined BJP: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ ગુજરાતમાં રાજકીય નેતાઓએ કુદા કુદ શરુ કરી દીધી છે, ગુજરાતના પુર્વ ગૃહરાજ્ય પ્રધાન નરેશ રાવલે 63 વરસે જ્યારે 72 વર્ષે પુર્વ સાસંદ રાજુ ભાઇ પરમાર કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાઇ ગયા,ત્યારે કોંગ્રેસમાં ચર્ચા છે કે આ બન્ને નેતાઓને જેટલુ અપાયુ છે,,તેટલુ શુ ભાજપ આપશે, શુ નરેશ રાવલને ભાજપ સીએમ બનાવશે કે રાજુ ભાઇને ફરીથી રાજ્યસભામાં મોકલીને કેન્દ્રમાં કેબિનેટ પ્રધાન બનાવશે, કે પછી બન્ને મિત્રોને માર્ગ દર્શન મંડળમાં સમાવેશ કરીને તેમને કોરાણે મુકી દેશે.

નરેશ રાવલ અને તેમના પરિવારની વાત કરીએ તો ગુજરાત મહારાષ્ટ્રથી અલગ થયું ત્યાર બાદ  વર્ષ 1960માં ગુજરાતની સ્થાપના થયા બાદ વર્ષ 1962માં રાજ્યમાં યોજાયેલ પ્રથમ વિધાનસભામાં ચૂંટણીમાં કોગ્રેસે વિજાપુર બેઠક પરથી ગંગા રામ રાવલને ટિકીક આપી હતી, ગંગા રામ રાવલ નરેશ રાવલના પિતા છે, તેઓ 1967, 1972 એમ ત્રણ વખત વિજાપુર બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે નરેશ રાવલને વર્ષ 1985, વર્ષ 1990, અને વર્ષ 1998માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા અને ગાંધીનગર પહોચ્યા, કોંગ્રેસની સરકારમાં તેમને ગૃહ પ્રધાન બનાવ્યા, સાથે તેઓ વર્ષ 2001માં ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા બન્યા,  મહત્વની વાત એ છે કે વર્ષ 1995,વર્ષ 2002,એમ બે વખત તેઓ વિજાપુરથી ચૂંટણી હારી ગયા હતા, કોંગ્રેસે તેમને વિવિધ રાજ્યોના પ્રભારી પણ બન્યા હતા.

આ પણ વાંચોઃ GRD jawans joined AAP: બોટાદમાં 500 થી વધુ GRD જવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું- ભાજપ સરકાર GRD જવાનોને સમયસર વેતન પણ આપતી નથી

જ્યારે પુર્વ સાસંદ રાજુ ભાઇ પરમારની વાત કરીએ તો રાજુ ભાઇ પરમાર તેઓને પ્રથમ વખત કોંગ્રેસે રાજ્યસભાના સભ્ય 1988માં બનાવ્યા, પછી તેઓ 1994 અન વર્ષ 2000માં કોગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલ્યા, જે દરમિયાન તેઓ વિવિધ કમિટીઓમાં પણ રહ્યા અને તેમને નેશનલ કમિશન ફોર શિડ્યુલ કાસ્ટના ચેરમેન બનાવ્યા,,  આમ નરેશ રાવલની ઉમર 63 વરસ થઇ ગઇ છે જ્યારે રાજુ ભાઇ પરમારની ઉમર 72 વરસ થઇ ગઇ છે, આ ઉમરે તેઓ કોગ્રેસનો હાથ છોડીને વિશ્વની સૌથી યુવા અને મોટી પાર્ટી ભાજપમાં ચંદ્રકાંત પાટીલના  માર્ગદર્શન મુજબ કામ કરવા માટે જોડાઇ ગયાછે, હવે ભાજપને મજબુત કરશે,

ગુજરાત કોંગ્રેસના નેતાઓ મજાકના અંદાજમાં કહી રહ્ચા છે કે આ બન્ને  સિનિયર સિટીઝન નેતાઓને કોંગ્રેસ બધ્ધુ આપ્યુ છે,, ત્યારે આ બન્ને સિનિયર સિટીઝનને ભાજપ શુ આપશે, શુ નરેશ રાવલને વિજાપુરની ટીકીટ આપીને જીતાડીને સીએમ બનાવશે, કારણ કે રમણ ભાઇ પટેલ વીજાપુરમાં ફાઇનલ માનવામાં આવે છે તો શુ નરેશ રાવલ રમણ પટેલની ટિકીટ કાપીને પોતે વિધાનસભા પહોચશે, એ મોટો સવાલ છે જ્યારે રાજુ ભાઇપરમારને 72 વરસની ઉમરમાં રાજ્યસભામાં મોકલીને કેન્દ્ર સરકારમાં સ્થાન આપશે.

કોંગ્રેસના નેતાઓ સવાલ પુછી રહ્યા છે કે જેટલુ તેમને કોગ્રેસે આપ્યુ છે તેટલુ ભાજપમાંથી આ બન્ને મહાનુભાવો લઇને બતાવે તો તેમનુ ભાજપમાં ગયેલુ સાર્થક ગણાય,,અને  જો સિનિયર સિટીઝન તરીકે જ સેવા આપવાની હોય તો પછી કોંગ્રેસ શુ ખોટુ હતું, તેઓ પોતાના અંગત કોઇ લાભાર્થે ગયા છે,, કે પછી દબાણ હેઠળ ગયા છે,

આ પણ વાંચોઃ Sitala satam 2022: આજે શીતળા સાતમ, આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્ત્વ, પૂજાવિધિ અને કથા

Gujarati banner 01