Rising water level in Sabarmati

Rising water level in Sabarmati: સંત સરોવર પાસે સાબરમતીમાં પાણીની સપાટી વધવાની સંભાવના, સવારે ૭.૩૦ વાગ્યા પછી ૬૬,૦૦૦ ક્યુસેક્સ પાણી વહેશે

Rising water level in Sabarmati: આજે સવારે ૫.૦૦ વાગ્યે ધરોઈ ડેમમાંથી ૩૯,૦૫૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવ્યુ

અહેવાલ: ગાંધીનગર જિલ્લા માહિતી કચેરી

ગાંધીનગર, 18 ઓગષ્ટઃRising water level in Sabarmati: ધરોઈ ડેમ અને લાકરોડા બેરેજમાંથી પાણી છોડાતાં ગાંધીનગરમાં સાબરમતી નદી બે કાંઠે થઈ છે. ગાંધીનગરના સંત સરોવર પાસે આજે પરોઢે ૫.૦૦ વાગે ૫,૫૪૮ ક્યુસેક્સ પાણીની આવક થઈ રહી છે. પરંતુ લાકરોડા બેરેજમાંથી ૬૬,૨૧૫ ક્યુસેક્સ પાણી છોડાતાં સંત સરોવર પાસે સવારે ૭.૩૦ પછી આ વિપુલ જળરાશી આવવાની સંભાવના છે. ત્યારે સંત સંત સરોવરના તમામ ૨૧ દરવાજા ખોલીને પાણી વાસણા બેરેજ તરફ છોડવામાં આવશે.

આજે સવારે ૫.૦૦ વાગ્યે ધરોઈ ડેમમાંથી ૩૯,૦૫૬ ક્યુસેક્સ પાણી છોડવામાં આવી રહ્યું છે. એટલે ધરોઈના ઉપરવાસમાં પાણીની આવક ઓછી થઈ છે.

Advertisement

આ પણ વાંચો: 2 senior citizens of Congress joined BJP: કોંગ્રેસના બે સિનિયર સિટીજન ભાજપમાં જોડાયા, કહ્યું વિકાસની રાજનીતિના કારણે ભાજપમાં આવ્યા- વાંચો વિગત

ગાંધીનગરમાં પાણીનો આવરો વધવાની સંભાવનાને પગલે ગાંધીનગર મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ તરફથી સંત સરોવર અને હેઠવાસના ૧૦ ગામો; ઇન્દ્રોડા, શાહપુર, ધોળાકુવા, રાંદેસણ, રાયસણ, રતનપુર, વલાદ, જુના કોબા, કરાઈ અને નભોઈના નાગરિકો તથા તાલુકાના તમામ નાગરિકોને સંત સરોવર અને નદી કિનારે નહીં જવાની સૂચના આપવામાં આવી છે.

સલામતી અને સાવચેતીના પગલાં માટે અમદાવાદના વહીવટી તંત્રને પણ તાકીદ કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ GRD jawans joined AAP: બોટાદમાં 500 થી વધુ GRD જવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું- ભાજપ સરકાર GRD જવાનોને સમયસર વેતન પણ આપતી નથી

Gujarati banner 01