GRD jawans joined AAP

GRD jawans joined AAP: બોટાદમાં 500 થી વધુ GRD જવાનો આમ આદમી પાર્ટીમાં જોડાયા, કહ્યું- ભાજપ સરકાર GRD જવાનોને સમયસર વેતન પણ આપતી નથી

GRD jawans joined AAP: રાજ્યમાં 850 રૂપિયા GRD જવાનોને માનદ વેતન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં 230 રૂપિયા GRD જવાનોને માનદ વેતન આપવામાં આવે છે

બોટાદ, 18 ઓગષ્ટઃ GRD jawans joined AAP: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીના જન્મ દિવસના શુભ અવસર પર કટ્ટર ઈમાનદાર રાજનીતિ થી પ્રભાવિત થઈ, 500થી વધારે દેશભક્ત ઈમાનદાર GRD જવાનો વિધિવત રીતે પ્રદેશ પ્રવક્તા અને ભાવનગર લોકસભા ના પ્રમુખ ઉમેશભાઈ મકવાણાના નેતૃત્વમાં ટોપી અને ખેસ પહેરીને આમ આદમી પાર્ટીમાં જોડાયા. આખા કાર્યક્રમનું આયોજન, આમ આદમી પાર્ટીના એસ.સી. સેલના જિલ્લા પ્રમુખ લાલજીભાઈ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું.

બોટાદના GRD જવાનો પાછલાં ઘણા સમયથી ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, અને ભાજપ સરકાર તેમના પર જરાય ધ્યાન આપી રહી નથી. બોટાદના GRD જવાનો ને પૂરતું માનદ વેતન નથી આપવામાં આવતું, પગાર 3-4 મહિના સુધી થતો નથી, યુનિફોર્મ પણ આપવામાં આવતો નથી, જે જવાનો 10 વર્ષ થી વધારે સેવા આપી રહ્યા છે તેમને પણ બઢતી આપવામાં આવતી નથી, ભાજપના કાર્યકર્તાઓને જ જિલ્લા કમાન્ડિંગ ઓફિસર બનાવવામાં આવે છે, આરોગ્ય સેવા કે વીમો ઉતારવામાં આવતો નથી, ચાલુ સર્વિસ કોઈ જવાન શહીદ થાય છતાંય કોઈ પણ પ્રકારનું વળતર આપવામાં આવતું નથી.

અન્ય રાજ્યમાં 850 રૂપિયા GRD જવાનોને માનદ વેતન આપવામાં આવે છે, જ્યારે ગુજરાતમાં 230 રૂપિયા GRD જવાનોને માનદ વેતન આપવામાં આવે છે. ગુજરાતની ભ્રષ્ટ ભાજપ સરકાર ગુજરાતના દરેક GRD જવાનોનું શોષણ કરી રહી છે. જો ગુજરાત માં આમ આદમી પાર્ટી ની સરકાર બનશે, તો ગુજરાતના GRD જવાનોને અન્ય રાજ્યોની સરખામણીમાં માનદ વેતન આપવામાં આવશે. GRD જવાનોને ભાજપથી કોઈ આશા નથી અને આમ આદમી પાર્ટી પર પૂરો વિશ્વાસ છે એટલે હવે તેઓ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Sitala satam 2022: આજે શીતળા સાતમ, આ વ્રત-પર્વનું ધાર્મિક મહત્ત્વ, પૂજાવિધિ અને કથા

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના માનનીય મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજીએ તેમના જન્મદિવસ પર ગુજરાતને વધુ એક ભેટ આપતા શિક્ષણ ક્ષેત્રે ગેરંટી આપી છે. તેમણે ગેરંટી આપી છે કે ગુજરાતના દરેક બાળકને સારું અને મફત શિક્ષણ આપવામાં આવશે સાથે જ દિલ્હીની જેમ શિક્ષણ વ્યવસ્થા સુધારીને શાનદાર સરકારી શાળાઓ બનાવવામાં આવશે. સાથે જ પ્રવાસી શિક્ષકોને કાયમી કરી દેવામાં આવશે અને વિદ્યાસહાયકોના દરેક મુદ્દાઓના ઉકેલ લાવવામાં આવશે. આના પહેલા પણ અરવિંદ કેજરિવાજી વીજળી, રોજગાર, વેપારી, મહિલા અને આદિવાસીઓના મુદ્દે મોટી ગેરંટીઓની જાહેરાત કરી ચુક્યા છે. આ બધાથી પ્રભાવિત થઈને, કર્મચારીઓ ખુશ થઈને મોટા પ્રમાણમાં આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રવક્તા અને ભાવનગર લોકસભા પ્રમુખ ઉમેશભાઈ મકવાણા સહિત બોટાદ વિધાનસભા સંગઠન મંત્રી સાગરભાઈ મકવાણા, નિકુંજભાઈ ભારાડીયા, લઘુમતી મોર્ચાના જિલ્લા પ્રમુખ સૈયદ મોલાના સોકતાલી કાશ્મી પણ હાજર રહ્યા હતા.

આ પણ વાંચોઃ Bhatigal lok medo: CMએ સૌરાષ્ટ્રની આગવી ભાતીગળ સંસ્કૃતિની ઓળખ સમા રાજકોટના પરંપરાગત લોકમેળાનો પ્રારંભ કરાવ્યો જુઓ ફોટોઝ

Gujarati banner 01