surat water tank image

CM Water project announcement: રાજ્યની પાણી પુરવઠા યોજનાના ૪૨.૭૩ કરોડના કામોની સૈદ્ધાંતિક મંજૂરી આપતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ

  • નલ સે જલ’ અન્વયે વિવિધ ૫૭ નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં રૂ. ૭૬૬ કરોડ પાણી પુરવઠાના કામો માટે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના માંથી ફાળવાયા

CM Water project announcement: આગામી 30 વર્ષ ની વસ્તીની પાણી માટેની જરૂરિયાત ના અંદાજો ના આધારે રજૂ થયેલી દરખાસ્તો ને મુખ્યમંત્રીની મંજૂરી

ગાંધીનગર, 20 ફેબ્રુઆરી: CM Water project announcement: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરોના નાગરિકોને પીવાનું પાણી પર્યાપ્ત માત્રામાં મળી રહે તેવા જનહિત અભિગમથી ૩ નગરપાલિકાઓ અને ૧ મહાનગરપાલિકા માટે કુલ ૪૨.૭૩ કરોડ રૂપિયાના પાણી પુરવઠા યોજનાના કામો માટે એક જ દિવસમાં સિદ્ધાંતિક મંજૂરી (CM Water project announcement) આપી છે. મુખ્યમંત્રી એ આ નગરો માં આગામી ૩૦ વર્ષ એટલેકે ૨૦૫૧- ૫૨ ની વસ્તીની પાણી માટેની જરૂરિયાત ના અંદાજો ના આધારે શહેરી વિકાસ વિભાગે રજૂ કરેલી આ યોજનાઓ ની દરખાસ્તને સૈધાંતિક મંજૂરી આપી છે.

ભૂપેન્દ્ર પટેલે શહેરી વિકાસ વિભાગ મારફતે મળેલી આ નગરપાલિકાઓની વિવિધ પાણી પુરવઠા કામોની દરખાસ્તને મંજૂરી આપતા હવે આ નગરપાલિકાઓમાં ફિલ્ટર પ્લાન્ટ, ભૂગર્ભ સંપ, ગ્રેવીટી મેઇન, રાઈઝિંગ મેઇન, પંપીંગ મશીનરી, પંપ રુમ અને નળ કનેક્શન વગેરે પાણી પુરવઠા ના વિવિધ કામો સંબંધિત નગરપાલિકાઓ હાથ ધરશે.

આ પણ વાંચો: CM visiting rani ki vav: વર્લ્ડ હેરિટેજ સાઈટ માં ગૌરવવંતુ સ્થાન પામેલી પાટણની રાણીની વાવની મુલાકાત લેતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ

સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનામાં મુખ્યમંત્રીએ જે ૩ નગરપાલિકાઓ અને ૧ મહાનગરપાલિકા માટે સમગ્રતયા રૂ. ૪૨.૭૩ કરોડ પાણી પુરવઠા યોજનાના કામો માટે ફાળવવાની મંજૂરી આપી છે તેમાં ઝાલોદ ને ૧૪.૧૬ કરોડ, ચલાલા માટે ૩.૪૦ કરોડ, માણસા ને ૪.૩૨ અને જુનાગઢ મહાનગરપાલિકાના ઝોન ૩ માટે ૨૦.૮૫ કરોડની રકમનો સમાવેશ થાય છે.

નગરો- મહાનગરોમાં વસતા નાગરિકો ને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી પુરવઠો મળી રહે તેવી પ્રતિબદ્ધતા સાથે નલ સે જલ અંતર્ગત રાજ્યની આ ૩ નગરપાલિકાઓ સહિત કુલ ૫૭ નગરપાલિકાઓ માટે અત્યાર સુધીમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંર્તગત ૭૬૬ કરોડ રૂપિયા પાણી પુરવઠાના જુદા જુદા કામો માટે રાજ્ય સરકારે નગરપાલિકાઓ માટે મંજૂર કર્યા છે.

Gujarati banner 01