cucumber

Benefits of cucumber : શું તમે પણ કાકડી ખાધા પછી પાણી પીઓ છો? તો થઇ શકે છે આવી સમસ્યાઓ

Benefits of cucumber: કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોવાને કારણે તે ઉનાળા માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે

હેલ્થ ડેસ્ક, 12 મે: Benefits of cucumber: ઉનાળામાં લોકો કાકડીખાવાનું પસંદ કરે છે. પોષક તત્વોથી ભરપૂર કાકડી સલાડ ના (salad) રૂપમાં વધુ ખાવામાં આવે છે. કાકડીમાં વિટામિન સી, વિટામિન કે , કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ વગેરે જેવા પોષક તત્વો પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. આ સિવાય કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી જોવા મળે છે.

કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોવાને કારણે તે ઉનાળા માટે આરોગ્યપ્રદ માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે કાકડી ખાધા પછી પાણી પીવાથી નુકસાન થઈ શકે છે! જો ભરપૂર માત્રામાં પાણીથી ભરપૂર કાકડીનું સેવન કર્યા પછી પાણી પીવામાં આવે તો ચાલો જાણીએ તેના શું ગેરફાયદા છે.

ત્વચા અને વાળ માટે જરૂરી ગણાતી કાકડીમાં 95 ટકા જેટલું પાણી હોય છે. વિટામિન સી, વિટામિન કે, કોપર, મેંગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ તત્વોથી ભરપૂર આ ફળનું સેવન કર્યા પછી પાણી પીવાથી તમામ પ્રકારના પોષક તત્વોથી વંચિત રહે છે. પાણી આ બધા પોષક તત્વોને શોષી લે છે. માત્ર કાકડી જ નહીં પરંતુ અન્ય પ્રકારના ફળો અને શાકભાજીનું સેવન કર્યા પછી પાણી ન પીવાની સલાહ આપવામાં આવે છે.

ખોરાકના પાચન માટે યોગ્ય પીએચ સ્તર ખૂબ જ મહત્વપૂર્ણ છે. કાકડી પછી પાણી પીવાથી પીએચ લેવલ અસંતુલિત થઈ જાય છે. જે આપણા પાચન પર અસર કરે છે.કાકડી ખાધા પછી પાણી પીવાથી લૂઝ મોશન અને ડાયેરિયાથઈ શકે છે. જો તમારે કાકડી ખાધા પછી પાણી પીવું હોય તો તેની વચ્ચે 20 મિનિટનું અંતર રાખવું જરૂરી છે.

આ પણ વાંચો..Virtual launch of government scheme: PMની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૨મી મે ના રોજ ભરૂચમાં ૧૩ હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ

Gujarati banner 01

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *