Shri Annapurna Dham Adalaj pm modi

Virtual launch of government scheme: PMની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ૧૨મી મે ના રોજ ભરૂચમાં ૧૩ હજાર લાભાર્થીઓને લાભોનું વિતરણ

Virtual launch of government scheme: ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ અંતર્ગત રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ ચાર યોજનામાં સો ટકા લાભાર્થીઓને આવરી લેવાયા

  • ઇ-સંકલન અને વિઝીટર્સ મેનેજમેન્ટ સિસ્ટમનું લોન્ચિંગ કરાશે

ભરુચ, 11 મેઃ Virtual launch of government scheme: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના હસ્તે તા.૧૨મી મે ના રોજ ભરૂચ ખાતે ૧૩ હજાર લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ કરાશે

ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવેલી ઉત્કર્ષ પહેલ અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનાના સો ટકા લાભાર્થીઓને લાભોનું વિતરણ કરાશે


ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની ઉત્કર્ષ પહેલ હેઠળ ગંગા સ્વરૂપા બહેનોને રાજ્ય સરકારની નાણાંકીય સહાય માટે કાર્યરત યોજના, રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના, નિરાધાર વૃદ્ધ નાણાંકીય સહાય યોજના અને રાષ્ટ્રીય પરિવાર સહાય યોજનામાં દેશમાં સૌ પ્રથમ વખત ૧૦૦ ટકા લાભાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ Heat wave alert: રાજ્યના 13 શહેરોમાં તાપમાન આજે રેકોર્ડ 46ને પાર, ગરમીથી લોકો બન્યા બેહાલ

આ યોજનાના લાભાર્થીઓ સાથે વડાપ્રધાન વર્ચુઅલ માધ્યમથી સંવાદ પણ કરવાના છે. જિલ્લા વહીવટીતંત્ર- ભરૂચ અને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ઉપક્રમે ભરૂચમાં ભોલાવના દૂધધારા ડેરી ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ યોજાશે

Advertisement

આ કાર્યક્રમમાં સાંસદ અને પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી. આર.પાટિલ, સાંસદ મનસુખભાઇ વસાવા, માર્ગ અને મકાન વિભાગના મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી પૂર્ણેશભાઇ મોદી, સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના મંત્રી પ્રદિપભાઇ પરમાર, મહિલા અને બાળ કલ્યાણ વિભાગના રાજ્યમંત્રી મનિષાબેન વકીલ,ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક દુષ્યંતભાઇ પટેલ સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે.

આ પણ વાંચોઃ 26 people convicted including BJP MLA: આ કેસમાં ભાજપના MLA કેસરીસિંહ સોલંકી સહિત 26 દોષિત જાહેર, 2 વર્ષની થઇ સજા

Gujarati banner 01

Advertisement