Memes

Research: વૈજ્ઞાનિકોનો દાવો છે કે તણાવ દૂર કરવા સોશિયલ મીડિયાના ‘Memes’ છે સૌથી વધુ અસરદાર

Research: અભ્યાસમાં અમને એવું જાણવા મળ્યું છે કે, જો તમે મીમ્સ જોશો તો મૂડ સુધરે છે, જે રોગચાળા દરમિયાન પરિસ્થિતિઓનો સામનો કરવાની તમારી ક્ષમતામાં પણ વધારો કરે છે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે

હેલ્થ ડેસ્ક, 25 ઓક્ટોબરઃ Research: આજકાલની લાઇફસ્ટાઇલમાં સોશિયલ મીડિયા આપણા જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કારણ કે મોટા ભાગના લોકોને એવું લાગે છે કે આજના તણાવપૂર્ણ જીવનમાં કેટલાંક મનોરંજન માટે વર્ચ્યુઅલ વિશ્વથી વધુ સારી જગ્યા અન્ય કોઈ નથી. આપણા જીવનમાં સોશિયલ મીડિયાનું મહત્વ કહેવાની પણ આપણે કોઇ જરૂર નથી.

આ પણ વાંચોઃ Kartik Month 2021: આ તારીખથી શરુ થઇ ગયો છે કાર્તિક માસ, ધન-સમૃદ્ધિ મેળવવા માટે જાણી લો આ નિયમો

જીવનમાં કોઈ પણ ઘટના બની હોય કે વર્તમાનમાં કોઈ રાજકીય કે સામાજિક ચર્ચા થતી હોય, અમારો એ જ પ્રયાસ શરૂ હોય છે કે આપણે દરેક ઘટના પર આપણો પ્રતિભાવ આપીએ અથવા તો કોઈ પણ વિષય પર લોકો શું કહે છે તે જાણવા માંગીએ છીએ. આવી સ્થિતિમાં અનેક પ્રકારના સોશિયલ મીડિયા મીમ્સ પણ (Memes) બનાવવામાં આવે છે, જે હાલની ચર્ચાઓના સંદર્ભમાં રમૂજ તરીકે રજૂ થાય છે. હવે એક તાજેતરના અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે મીમ્સ જીવનમાં તણાવ દૂર કરવામાં સૌથી અસરકારક ભૂમિકા ભજવી શકે છે

એક અહેવાલ(Research)માં એવું લખવામાં આવ્યું હતું કે, માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા વૈજ્ઞાનિકો એવું માને છે કે, માનસિક બિમારીના યુવાન દર્દીઓ પર તેમના શબ્દો કરતાં વધુ મીમ્સ અને કાર્ટૂન વધારે સકારાત્મક અસર કરે છે. અમેરિકાની પેન સ્ટેટ યુનિવર્સિટી (Penn State University) ના તાજેતરના જ અભ્યાસ અનુસાર, મીમ્સ જોવાથી સકારાત્મક લાગણીઓ વધી શકે છે કે જે આપણને રોગચાળા જેવી તણાવપૂર્ણ પરિસ્થિતિઓનો સામનો કરવામાં વધુ સક્ષમ બનાવી શકે છે.

આ પણ વાંચોઃ T20 world cup: T20 વર્લ્ડ કપમાં પહેલી વખત પાકિસ્તાનની જીત, મિડલ ઓવર્સમાં વિરાટ-પંતની જોડીએ લાજ રાખી

વધુ એક અભ્યાસ(Research)માં એવું પૂછવામાં આવ્યું હતું કે, શું ઈન્ટરનેટ મીમ્સ લોકોને સમસ્યા સામે ઝઝૂમવામાં મદદ કરી શકે છે? ડોનાલ્ડ પી. બેલિસારિયો કોલેજના મીડિયા સ્ટડીઝના પ્રોફેસર જેસિકા માયરીકે (Jessica Myrick) જણાવ્યું હતું કે, અભ્યાસમાં અમને એવું જાણવા મળ્યું છે કે, જો તમે મીમ્સ જોશો તો મૂડ સુધરે છે, જે રોગચાળા દરમિયાન પરિસ્થિતિઓનો સામનો કરવાની તમારી ક્ષમતામાં પણ વધારો કરે છે અને તમારા આત્મવિશ્વાસમાં પણ વધારો કરે છે.

આ અભ્યાસમાં 748 પ્રતિભાગીઓને 3-3 તસવીરોનો સેટ દેખાડવામાં આવ્યો અને તેમની પ્રતિક્રિયાઓ એટલે કે રિએક્શનનું અધ્યયન કરવામાં આવ્યું. અડધા લોકોને મીમ્સ દેખાડવામાં આવ્યા અને અન્યને મીમ્સ સિવાય અન્ય ચિત્રો દેખાડવામાં આવ્યાં. અભ્યાસના પરિણામોથી એવું જાણવા મળ્યું કે, મીમ્સએ ગૈરમીમ્સની તુલનામાં પ્રતિભાગીઓમાં સકારાત્મક ભાવનાઓને વધારે વધારી દીધી છે.

Whatsapp Join Banner Guj