Increase prepaid postpaid plan: ટેલિકોમ કંપનીઓના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સની કિંમતમાં થવાનો છે વધારો- વાંચો વિગત

Increase prepaid postpaid plan: Jio, Airtel અને Viના યુઝર્સને જોરદાર ઝાટકો!

નવી દિલ્હી, 25 ઓક્ટોબરઃIncrease prepaid postpaid plan: Jio, Airtel અને Vodafone Idea  ભારતની પ્રમુખ પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ છે. આ ત્રણ કંપનીઓ પોતાના યુઝર્સને ઘણા એવા આકર્ષણ પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સ ઓફર કરે છે જેમાં યુઝરને ઓછા ખર્ચ વધુ બેનિફિટ મળી શકે. તમને જણાવી દઈએ કે એવું સંભવ છે કે ખુબ જલ્દી ત્રણ કંપનીઓ કોઈ પોસ્ટ પેડ પ્લાન્સના ભાવને વધારી રહી છે આઓ જાણીએ આ અંગે

ઉલ્લેખનીય છે કે, ખુબ જલ્દી ટેલિકોમ કંપનીઓ જિયો, એરટેલ અને વોડાફોન આઈડિયા પોતાના પ્રીપેડ અને પોસ્ટપેડ પ્લાન્સની કિંમતને વધારવા જઈ રહી છે. આ ત્રણ કંપનીઓ એમના એ પ્લાન્સની કિંમત વધારશે જેમાં યુઝર્સને OTT બેનિફિટ્સમાં એમેઝોન પ્રાઈમ વિડીયોનું સબક્રિપ્શન આપવામાં આવે છે

તમને જણાવી દઈએ કે જિયો, વોડાફોન આઈડિયા અને એરટેલ પોતાના ઘણા પ્લાન્સમાં આ OTT પ્લેટફોર્મનું સબ્સ્ક્રિપ્સન આપે છે જેનો મતલબ થયો કે પ્લાન્સની કિંમત વધી જશે

આ પણ વાંચોઃ T20 world cup: T20 વર્લ્ડ કપમાં પહેલી વખત પાકિસ્તાનની જીત, મિડલ ઓવર્સમાં વિરાટ-પંતની જોડીએ લાજ રાખી

આ વિષયને લઇ ચર્ચા એટલા માટે થઇ રહી છે કારણ કે હાલમાં જ એમેઝોન પ્રાઈમ વિડીયોની કંપનીએ આ સૂચના જારી કરી છે કે તેઓ પોતાના તમામ સબક્રિપ્શન પ્લાનની કિંમત વધારવા જઈ રહ્યું છે. તમને જણાવી દઈએ કે એમેઝોન પ્રાઈમ વિડીયો યુઝર્સને ત્રણ પ્લાન્સનો વિકલ્પ આપે છે જેની કિંમત હાલ 123 રૂપિયાથી શરુ થાય છે

એમેઝોને પોતાની સૂચનામાં જ એ વાત સ્પષ્ટ કરી હતી કે ટેલિકોમ કંપનીઓ એ પ્લાન્સની કિંમતમાં પણ વધારો થશે જે એમેઝોન પ્રાઈમ વિડીયો સબસ્ક્રિપ્શનની સુવિધા આપે છે.

એમેઝોન પ્રાઈમ વીડિયોના એક મહિનાના પ્લાનની કિંમત 129 રૂપિયાથી વધારીને 179 રૂપિયા કરવામાં આવશે, ત્રિમાસિક પ્લાનની કિંમત વધારીને 459 રૂપિયા કરવામાં આવશે જ્યારે હાલમાં આ પ્લાન 329 રૂપિયામાં ઉપલબ્ધ છે અને એમેઝોન પ્રાઈમ વીડિયોનો એક વર્ષનો પ્લાન હશે. તમે તેને રૂ. 999ને બદલે રૂ. 1,499માં ખરીદી શકશો.

આ પણ વાંચોઃ Research: વૈજ્ઞાનિકોનો દાવો છે કે તણાવ દૂર કરવા સોશિયલ મીડિયાના ‘Memes’ છે સૌથી વધુ અસરદાર

એમેઝોને હાલમાં જ તેના પ્રાઇમ વિડિયો સબ્સ્ક્રિપ્શન પ્લાનની નવી કિંમતની જાહેરાત કરી છે. કહેવાનો અર્થ એ છે કે, તેઓએ આ નવી કિંમતો કઈ તારીખથી બહાર પાડવામાં આવશે તે અંગે કોઈ માહિતી આપી નથી. અમે તમને જણાવી દઈએ કે ટેલિકોમ કંપનીઓના પ્લાનની કિંમત પણ ત્યારે જ વધશે જ્યારે એમેઝોનના નવા પ્લાન બહાર પાડવામાં આવશે.

Whatsapp Join Banner Guj