House in this village of italy for only 90 rupees

House in this village of italy for only 90 rupees: આ દેશમાં ફક્ત 90 રુપિયા ખરીદી શકો છો ઘર, પણ આ છે શરત

House in this village of italy for only 90 rupees: ઇટલીના મોલિઝો વિસ્તારમાં આવેલા કાસ્ત્રોપિગનાનો દુનિયાનું એવુ પહેલુ ગામ છે જ્યાં સૌથી સસ્તુ ઘર મળે છે

જાણવા જેવું, 06 ઓગષ્ટઃ House in this village of italy for only 90 rupees: પોતાનું ઘર ખરીદવું તે દરેક વ્યક્તિની ઇચ્છા હોય છે, અને તે માટે વ્યક્તિ પૈસા કમાય છે જેથી તે સુંદર ઘર ખરીદી શકે. આ મોંઘવારી સમયમાં જ્યા હવે 100 રુપિયાની વિસાત નથી ત્યાં માત્ર 90 રુપિયામાં સુંદર ઘર મળે તો મજાક લાગે છે. પરંતુ આ હકીકત છે. દુનિયામાં એક એવો દેશ છે જ્યાં માત્ર 90 રુપિયામાં જ ઘર ખરીદી શકાય છે.

ઇટલીના મોલિઝો વિસ્તારમાં આવેલા કાસ્ત્રોપિગનાનો દુનિયાનું એવુ પહેલુ ગામ છે જ્યાં સૌથી સસ્તુ ઘર મળે છે. આ ગામ સ્કી રિજોર્ટ્સ અને સમુદ્ર કિનારે આવેલું છે. પહેલા માત્ર 100 ઘર વેચવા માટે બનાવવામાં આવ્યા હતા. જ્યા માત્ર 900 લોકો જ રહેતા હતા. તેવામાં ખાલી પડેલા ગામને વસાવવા માટે એક યોજના જાહેર કરી, પ્રશાસને માત્ર એક યૂરો એટલે કે 90 રુપિયામાં ઘર વેચવાનું એલાન કર્યું.

આ પણ વાંચોઃ Renamed rajiv gandhi khel ratna award: ખેલ રત્ન પુરસ્કારમાંથી હટાવાયું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ

જો કે મકાન ખરીદતા પહેલા પ્રસાશને લોકો સામે એક શરત રાખી હતી. તે લોકો ખરીદે તેઓએ પહેલા ઘરની મરમમ્ત કરવવાનું રહેશે. ત્યાર બાદ જ ત્યાં તેઓ રહેવા આવી શકશે. ઉપરાંત મકાન ફક્ત ફેમિલી સાથે રહેતુ હોય તેમને જ વેચવાનું રહેશે. શરત અનુસાર પતિ-પત્નીની સાથે તેમનું બાળક હોવું જરુરી છે.

આ પણ વાંચોઃ kiara advani special friend: કિયારા અડવાણીએ આ બોલિવુડ અભિનેતાને ગણાવ્યો પોતાનો ખાસ મિત્ર- વાંચો વિગત


એક રિપોર્ટ અનુસાર, પ્રસાશને ઓપરેશન બ્યુટી હેઠળ આ ગામનું નવ નિર્માણ કરવાનું નક્કી કર્યુ છે. ખરીદવાની કિંમત(House in this village of italy for only 90 rupees) ઉપરાંત ઇન્શ્યોરેન્સ પોલિસીના લગભગ 19 હજાર રુપિયા ચૂકવવાના રહે છે. ત્યાં જ ઘરની મરમમ્ત કરવાની હોય છે. નિયમો અનુસાર જો કોઇએ ઘરમાં સમારકામ(મરમમ્ત) નથી કરાવી તો તેણે ઘર પાછું આપવું પડશે. તથા તે 1,78,930 રુપિયા ગેરન્ટી તરીકે જમા કરાવવાના રહેશે. ઘરનું સમારકામ થતા તે પૈસા પાછા તેને આપવામાં આવે છે. 

Whatsapp Join Banner Guj