kiara advani special friend: કિયારા અડવાણીએ આ બોલિવુડ અભિનેતાને ગણાવ્યો પોતાનો ખાસ મિત્ર- વાંચો વિગત

kiara advani special friend: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા

બોલિવુડ ડેસ્ક, 06 ઓગષ્ટઃkiara advani special friend: કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા ડેટિંગ કરી રહ્યા હોવાની ચર્ચા છે. જોકે કિયારા પોતે સિદ્ધાર્થને ગાઢ અને એક સારો મિત્ર ગણાવે છે.૧૨મી ઓગસ્ટે રિલીઝ થનારી ફિલ્મ શેરશાહમાં આ યુગલ સાથે કામ કરતું જોવા મળવાનું છે. આ ફિલ્મમાં પણ તેઓ પ્રેમી પંખીડા તરીકે જોવા મળવાના છે. 

આ પણ વાંચોઃ Renamed rajiv gandhi khel ratna award: ખેલ રત્ન પુરસ્કારમાંથી હટાવાયું રાજીવ ગાંધીનું નામ, હવે મેજર ધ્યાનચંદના નામે અપાશે એવોર્ડ

ફિલ્મ શેરશહાં શહીદ સૈનિક કેપ્ટન વિક્રમ બત્રાની બાયોપિક છે જેમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી જોવા મળી રહ્યા છે. કહેવાય છે કે, આ ફિલ્મ બહુ જ સરસ રીતે બની છે. કિયારા અને સિદ્ધાર્થની પ્રેમ કહાની વાસ્તવિકતાનો રંગ લાવે છે. એક ચર્ચા એવી પણ છે કે, આ જોડું રિયલ લાઇફમાં પણ પ્રેમમાં હોવાથી રૂપેરી પડદે સચોટ અભિનય કરી શક્યું છે. 

આ પણ વાંચો: Economy forecast: RBI એ GDP અને મોંઘવારી અંગે વ્યક્ત કર્યુ આવું અનુમાન, જાણો વિગત

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા અંગત સંબંધ વિશે ફિલ્મના દિગ્દર્શકે ખાસ ફોડ પાડયો નહોતો. તેણે તો એમ પણ કહ્યું હતું કે, તેમના અંગત જીવનના સંબંધો મને રૂપેરી પડદે કોઇ મહત્વના ન હતા. સારા કલાકારો સચોટ અભિનય પણ કરી લેતા હોય છે.

Whatsapp Join Banner Guj