woman

The girl filed a case against the birth doctor: લંડનમાં જન્મ આપનારા ડોકટર સામે જ યુવતીએ કર્યો કેસ, કોર્ટમાં જીતી ગઈ આટલા કરોડ રૂપિયા; જાણો વિગત

અમદાવાદ, ૦૪ ડિસેમ્બરઃ The girl filed a case against the birth doctor: લંડનમાં એક વિચિત્ર બનાવ બન્યો હતો, જેમાં જન્મ આપનારા ડોકટર સામે જ 20 વર્ષની યુવતીએ કેસ કર્યો હતો. કેસ કરનારી યુવતી દિવ્યાંગ છે. કેસમાં વળતર પેઠે તે એક કરોડ જીતી ગઈ હતી.

આ યુવતીએ એવો દાવો કર્યો હતો કે તેણે જન્મ જ નહી લેવો જોઈતો હતો. જો ડોકટર ઈચ્છત તો તેને જન્મ લેતા રોકી શકયા હોત. તેણે આવો વિચિત્ર દાવો કર્યો હતો, છતાં તે કેસ જીતી ગઈ હતી. વળતર પેઠે તેને મોટી રકમ મળી છે.

બ્રિટનની સ્ટાર શોજમ્પર એવી ટોમ્બસ એક વિચિત્ર કહેવાય એવી સ્પાઈના બિફિડા બીમારી સાથે જન્મી હતી, તેને કારણે તેને કોઈ કોઈ વખત કલાકો સુધી ટ્યૂબની સાથે 24 કલાક કાઢવા પડે છે. તેણે આ માટે તેની માતાના ડોકટરને જવાબદાર ગણીની તેની સામે કેસ કર્યો હતો.

ધ સન નામના અખબારના રિપોર્ટ મુજબ ડોકટરે તેની માતાને યોગ્ય રીતે સલાહ આપી ન હોવાનો દાવો કરીને શોજમ્પ ડો. ફિલિપ મિશેલ સામે કોર્ટમાં ગઈ હતી.  તેના દાવા મુજબ જો ડોકટરે તેની માતાને બાળકને અસર કરનારી આ બીમારી સ્પાઈના બિફિડાના જોખમ વિશે જાણ કરી હોત તો, તેની માતાએ તે મુજબની દવા લીધી હોત.

કોર્ટે આ કેસની સુનાવણીમાં ઐતિહાસિક કહેવાય એવો ચુકાદો આપતા શોજમ્પરને સમર્થન આપ્યુ હતું અને ચુકાદો આપતા કહ્યું હતું કે ડોકટરે શોજમ્પરની માતાને યોગ્ય સલાહ આપી હોત તો આજે આવી પરિસ્થિતિ ના ઊભી થઈ હોત. આ માટે શોજમ્પર વળતરને લાયક છે. 

આ પણ વાંચો…Shanishchari Amavasya : આજે શનિ અમાવસ્યા, 5 રાશિના જાતકોને ધનલાભ થશે- વાંચો વિગત

Whatsapp Join Banner Guj