shanidev 1

Shanishchari Amavasya : આજે શનિ અમાવસ્યા, 5 રાશિના જાતકોને ધનલાભ થશે- વાંચો વિગત

Shanishchari Amavasya: મંગળના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ વખતે જ આ ગ્રહણ લાગશે તેમજ સૂર્ય પણ ગ્રહણ વખતે જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેશે જે બે દેશો વચ્ચે ઘર્ષણ વધારનાર, સેનાને મુખ્ય ભૂમિકામાં લાવનાર અને આતંકી ગતિવિધિ તેજ થાય તેવા સંકેતો આપે છે

જ્યોતિષ ડેસ્ક, 04 ડિસેમ્બરઃ Shanishchari Amavasya: 4 ડિસેમ્બરના રોજ મંગળ પોતાની રાશિ વૃશ્ચિકમાં પ્રવેશ કરશે. એ સાથે જ આ દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ પણ છે. જેથી કારતક માસનો અંતિમ દિવસ એટલે 4 ડિસેમ્બર અનેક ગોચરીય ઘટનાઓ લઈને આવી રહ્યો છે જેની ઘણી દૂરગામી અસરો જોવા મળશે.

જ્યોતિષી અનુસાર અગામી તા. 4 ડિસેમ્બર શનિવારે થતું ખંડગ્રાસ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી તેથી પાળવાની જરૂર નથી. પરંતુ વિશ્વભરમાં તેની અસર જોવા મળશે. મંગળના વૃશ્ચિક રાશિમાં પ્રવેશ વખતે જ આ ગ્રહણ લાગશે તેમજ સૂર્ય પણ ગ્રહણ વખતે જ્યેષ્ઠા નક્ષત્રમાં રહેશે જે બે દેશો વચ્ચે ઘર્ષણ વધારનાર, સેનાને મુખ્ય ભૂમિકામાં લાવનાર અને આતંકી ગતિવિધિ તેજ થાય તેવા સંકેતો આપે છે. આ સમયે વૃશ્ચિક રાશિમાં ચંદ્ર, સૂર્ય, બુધ અને કેતુ હશે તેમજ બીજા દિવસે વહેલી સવારે મંગળ પણ પ્રવેશ કરશે. જે ગોચરની દૃષ્ટિએ મોટી ઘટના ગણી શકાય.વૃશ્ચિક રાશિમાં પાંચ ગ્રહોની યુતિ પણ જોવા મળશે જે આ ગ્રહણને નોંધનીય બનાવે છે તથા વિશ્વસ્તરે તેના અનેક પરિણામો સામે આવતા જોવા મળે

જ્યોતિષશાસ્ત્ર મુજબ સોમવારે અને શનિવારે અમાસ આવે તેનું સવિશેષ મહત્ત્વ છે. આ દિવસે તમામ પ્રકારના પિતૃકાર્ય કરી શકાય કારણ કે, સદગત પિતૃને જળ, દૂધ તથા તમામ પ્રકારની સફેદ વસ્તુઓ અતિ પ્રિય છે. જાતકની કુંડળીમાં જ્યારે પિતૃદોષ, ચાંડાલ યોગ, શ્રાપિત દોષ, કાલસર્પ જેવા અશુભ યોગની શાંતિ આવા દિવસે કરાવી શકાય છે.

માનસિક શાંતિ મેળવવા માટે શિવજીને જળ, દૂધ સાથે કાળા તલ ચઢાવવાથી દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થાય છે અને દોષમાંથી મુક્તિ મળે છે. આ દિવસે ગાયને કોઈ પણ પાંચ ઋતુ ફળ ખવડાવવાથી સર્વ પ્રકારે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે. ભિક્ષુકને સાંજના સમયે કાચી ખીચડી અર્પણ કરવાથી શનિની સાડાસાતીથી શાંતિ મળશે. આવા દિવસે શક્ય હોય તો મહત્વના શુભ કાર્ય કરવા તેમજ યાત્રા પ્રવાસ પર્યટન ક્યારે ન કરવો અને લખાણ કે દસ્તાવેજનો અમલીકરણ ન કરવો.

આ પણ વાંચોઃ Crime branch: દહેગામમાં ફેક્ટરી માલિકની હત્યા કરનાર કાતિલ ઝડપાયો, લોખંડની પાઈપના 35 ફટકા મારી માલિકની કરી હતી કરપીણ હત્યા

શનિવારે કારતક વદ અમાસ(Shanishchari Amavasya) ના દિવસે એક શનિવારી અમાસનો મહિમા જે શનિકૃત દોષ નિવારવા હેતુ અને બીજો સૂર્ય ગ્રહણ જે મંત્ર સિદ્ધિ, ભક્તિ, દાન જેવા કાર્ય માટે ઉત્તમ દિવસ છે, ત્રીજો કારતક વદ અમાસ (પિતૃ) આ ત્રણ પ્રકારના મહિમાવાળા દિવસનો લાભ સ્વકલ્યાણ હેતુ અગત્યનો કહી શકાય.

  • સવારે શિવ મંદિર જઈ શિવલિંગ ઉપર પાણીમા દૂધ+કાળા તલ મિક્સ કરી અભિષેક કરવો તેમજ ત્યાં જો પીપળાનું વૃક્ષ હોય તો તેને પણ જળ સિંચન કરીને પ્રદાક્ષિણા કરવી.
  • સાંજે સૂર્યાસ્ત સમયે મંદિર પાસેના પીપળાના વૃક્ષ નીચે એક કોડીયામા તેલનો ઉભીવાટ(ફુલ બત્તિ)નો દીવો પ્રગટાવો સારો કહી શકાય.
  • રાત્રે ઘરે હનુમાન ચાલીસા, બજરંગ બાણ અને શનિ ચાલીસા કે તેમના મંત્ર જાપ યથાશક્તિ મુજબ કરવા.
  • જો શક્ય હોય તો જરૂરતમંદ વ્યક્તિને તમારી યથાશક્તિ મુજબ દાન કરવું.

પિતૃ શાંતિ:
પિતૃને શાંતિ અને સદગતિ માટેના કર્મ આપણે ભાદરવા વદ માસમાં ઉપરાંત કારતક વદ અને ચૈત્ર વદ માસ દરમિયાન પણ યોગ્ય માર્ગદર્શન હેઠળ કરતા હોઈએ છીએ, જેથી પિતૃકૃપા વડે આપણે આપણા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરતા હોઈએ છીએ.

કારતક વદ અમાસ તા. 4/12/21 શનિવારના રોજ પિતૃકૃપા અને તેમની શાંતિ માટે સવારે મંદિરમાં શિવલિંગ પર જળ અને દૂધનો અભિષેક કરવામાં આવે છે, પીપળાના વૃક્ષના મૂળ ફરતે જળ અને દૂધ વડે સિંચન કરતા પ્રદક્ષિણા કરી પ્રાર્થના કરાય છે અને તેની જડ પાસે કોઈ ફળ, સાકાર કે પતાસું પ્રસાદ તરીકે અર્પણ કરાય છે, ગાય કૂતરાને રોટલી અપાવી, આ દિવસે ખંડગ્રાસ સૂર્યગ્રહણ (ભારતમાં દેખાશે નહિ જેથી પાળવાનું નથી)

સૂર્યગ્રહણની શુભ અસર 5 રાશિના જાતકો ઉપર રહેશે

વૃષભ– આ રાશિના લોકો માટે સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન વૃષભ રાશિના લોકોને ખૂબ જ માન-સન્માન મળશે અને સાથે જ નોકરીમાં ઉન્નતિ મળશે. આ રાશિના જે જાતક વેપારી છે, તેમના માટે સમયગાળો ખૂબ જ શુભ રહેશે. કરિયરમાં વૃષભ રાશિના લોકોને સારો નફો મળશે.

મિથુનઃ– મિથુન રાશિના જાતકો માટે પણ સૂર્યગ્રહણ ખૂબ જ શુભ રહેશે. આ દરમિયાન તેમની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ જશે. આ સમયગાળામાં સારા સમાચાર પણ મળી શકે છે.

સિંહઃ– સિંહ રાશિના લોકો માટે આ ગ્રહણ લાભકારી સાબિત થશે. આ દરમિયાન તમારા અટવાયેલાં કાર્યો પૂર્ણ થશે. કોર્ટ-કચેરીના મામલાઓમાં પણ તમને લાભ મળી શકે છે.

કન્યાઃ– આ સમયગાળા દરમિયાન કન્યા જાતકોના સાહસ અને પરાક્રમમાં વધારો થશે. સૂર્યગ્રહણથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે.

મકરઃ– સૂર્યગ્રહણથી મકર રાશિના જાતકોને વેપારમાં ઉન્નતિ મળશે. સાથે જ નોકરિયાત લોકોને કરિયરમાં નવા અવસર પ્રાપ્ત થશે. મકર રાશિના લોકોની આવકમાં વધારો થશે. જોકે, રોકાણના મામલે મકર રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂરિયાત છે.

Whatsapp Join Banner Guj