Ambaji rope way ticket rate reduced: અંબાજીના ગબ્બરગઢ ઉપર જવા માટે રોપ વે ની ટિકિટ દર ઘટાડો
Ambaji rope way ticket rate reduced: અંબાજીના ગબ્બરગઢ ઉપર જવા માટે રોપ વે ની ટિકિટ દર માં રૂ.16 નો ઘટાડો, જીએસટી ઘટતા રૂ.141 ના રૂ.125 કરાયા
અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, 23 જુલાઈ: Ambaji rope way ticket rate reduced: શક્તિપીઠ અંબાજીના ગબ્બરગઢ (ambaji Gabbargadh)ઉપર જવા માટે રોપ વે ના ટિકિટ દર માં ઘટાડો થતા શ્રદ્ધાળુઓમાં આનંદની લાગણી પ્રસરી છે. GST કાઉન્સિલની મળેલી 47 મી બેઠકમાં પરિવહન ક્ષેત્રે ની સેવા માં GST દર નો ઘટાડો કરવામાં આવ્યો છે
પરિવહન ક્ષેત્ર ના GST દર માં 18% થી ઘટાડી 5% કરવામાં આવ્યો છે જેને લઈ અંબાજી ગબ્બરગઢ ની ઉડનખટોલા ની રોપવે સેવા પણ પરિવહન નો એક ભાગ હોવાથી રોપ વે ની ટિકિટ માં GST 18% થી ઘટાડી 5% જ લાગુ કરાતા ટિકિટના દર માં શ્રદ્ધાળુઓ ને મોટો ફાયદો થયો છે ગબ્બર રોપવે ની ટિકિટ (Rope way ticket rate) ના દર જે 141 રૂપિયા હતા તે ઘટાડી ને હવે રૂપિયા 125 કરવામાં આવ્યા હોવાનુ નૈનેશ પટેલ (મેનેજર ,રોપવે (ઉડનખટોલા ગબ્બરગઢ) અંબાજી જણાવ્યુ હતુ. જે GST નો નવો દર લાગુ થઇ જતા ટિકિટ ના દર માં પણ ઘટાડો લાગુ કરવામાં આવ્યો છે.

યાત્રિકો ને દર ટિકિટ એ રૂપિયા 16 નો સીધો ફાયદો થતા યાત્રિકો માં ખુશી ની લાગણી ફેલાઈ છે ને સાથે સરકાર ની આ GST ઘટાડવાની કામગીરી ને બિરદાવી રહ્યા છે અને આવા પ્રવાસન અને ધાર્મિક સ્થળો એ અન્ય ક્ષેત્રે પણ GST ઘટાડવા જોઈએ જેથી મધ્યમ વર્ગ ના લોકો ને વધુ ફાયદો મળી શકે.

