world first anti malaria vaccine

world first anti malaria vaccine: વિશ્વને મળી પહેલી મેલેરિયાની રસી, WHOએ આ વેક્સિનને મલેરિયા વિરુદ્ધ લડતમાં એક ઐતિહાસિક સફળતા ગણાવી

world first anti malaria vaccine: ગ્લેક્સોસ્મિથક્લાઈનનુ ‘મૉસ્કીરિક્સ’ નામની વેક્સિન લગભગ 30 ટકા પ્રભાવી છે અને આના ચાર ડોઝ લેવાના છે

નવી દિલ્હી, 23 જુલાઇઃ world first anti malaria vaccine: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ત્રણ આફ્રિકી દેશોમાં દુનિયાની પહેલી એન્ટી મલેરિયા વેક્સિન લગાવવાની જાહેરાત કરી છે પરંતુ આ વેક્સિનના મૂલ્યને લઈને આના સૌથી મોટા સમર્થક બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને ચિંતા વ્યક્ત કરતા આ વેક્સિનેશન કાર્યક્રમને નાણાકીય સમર્થન ના આપવાનો નિર્ણય કર્યો છે. 

WHOએ આ વેક્સિનને મલેરિયા વિરુદ્ધ લડતમાં એક ઐતિહાસિક સફળતા ગણાવી છે પરંતુ બિલ એન્ડ મેલિંડા ગેટ્સ ફાઉન્ડેશને આ સપ્તાહે જણાવ્યુ કે તેઓ હવે આ વેક્સિનને નાણાકીય સમર્થન આપશે નહીં. અમુક વૈજ્ઞાનિકોએ કહ્યુ કે તેઓ ફાઉન્ડેશનના આ નિર્ણયથી નિરાશ છે. 

આ પણ વાંચોઃ yasin malik hunger strike in jailed: ટેરર ફન્ડિંગ કેસમાં જેલમાં બંધ યાસીન મલિકનું નવો ઢોંગ, શરૂ કરી ભૂખ હડતાળ

તેમણે અવગત કર્યુ કે આનાથી લાખો આફ્રિકી બાળકોના મલેરિયાના કારણે મોત થઈ શકે છે. સાથે જ આ નિર્ણય જન સ્વાસ્થ્યમાં આવનારી સમસ્યાઓને ઉકેલવાના ભવિષ્યના પ્રયાસોને કમજોર કરી શકે છે. 

ગ્લેક્સોસ્મિથક્લાઈનનુ ‘મૉસ્કીરિક્સ’ નામની વેક્સિન લગભગ 30 ટકા પ્રભાવી છે અને આના ચાર ડોઝ લેવાના હોય છે. ગેટ્સ ફાઉન્ડેશનના મલેરિયા સંબંધિત કાર્યક્રમોના ડાયરેક્ટર ફિલિપ વેલ્કહૉફે કહ્યુ કે મલેરિયા વેક્સિનની અસરકારકતા જેટલી અમે ઈચ્છતા હતા, તેનાથી ખૂબ ઓછી છે. 

વેક્સિન પર 20 કરોડ ડોલર ખર્ચ કરવા અને આને માર્કેટમાં લાવવા માટે કેટલાક દાયકા લાગ્યા બાદ આનાથી હાથ ખેંચવાના ગેટ્સ ફાઉન્ડેશનના નિર્ણય વિશે વિસ્તારથી જણાવતા વેલ્કહૉફે કહ્યુ કે વેક્સિન મોંઘી છે આનો પુરવઠો પડકારરૂપ છે.

આ પણ વાંચોઃ Financial assistance to rain affected people: નર્મદા જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત લોકોને, કુલ 33.70 લાખથી પણ વધુની સહાય ચૂકવાઇ

Gujarati banner 01