CNG Price increase for vehicles

CNG-PNG Gas Price Hike: પેટ્રોલ-ડીઝલ બાદ CNG-PNGના ભાવમાં થયો વધારો, જાણો નવો ભાવ?

CNG-PNG Gas Price Hike: ગ્રાહકોને મોકલવામાં આવેલા સંદેશ અનુસાર, 24 માર્ચથી ગૌતમ બુદ્ધ નગર અને નોઈડામાં PNGની કિંમત 35.86/SCM રહેશે

નવી દિલ્હી, 24 માર્ચ: CNG-PNG Gas Price Hike:  દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારા બાદ હવે સીએનજી અને પીએનજીના ભાવમાં વધારો થયો છે. ઇન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડએ બુધવારે મોડી રાત્રે CNG એટલેકે, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ અને PNG ના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી. સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 50 પૈસાનો વધારો કરાયો છે. તે જ સમયે, PNGની કિંમતમાં પ્રતિ SCM 1 રૂપિયાનો વધારો કરાયો છે. સતત વધી રહેલી મોંઘવારીના કારણે સામાન્ય માણસની કમર તૂટી ગઈ છે. જે પ્રકારે ઈંધણના ભાવમાં વધારો ઝીંકાઈ રહ્યો છે તેને કારણે ઘરનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

IGLએ ગ્રાહકોને સંદેશ મોકલીને આ અંગે જાણકારી આપી હતી. ગ્રાહકોને મોકલવામાં આવેલા સંદેશ અનુસાર, 24 માર્ચથી ગૌતમ બુદ્ધ નગર અને નોઈડામાં PNGની કિંમત 35.86/SCM રહેશે. તે જ સમયે, દિલ્હીના ગ્રાહકો માટે, આ દર 36.61/SCM થી વધીને 37.61/SCM થશે. આ સિવાય હવે દિલ્હીમાં સીએનજી ગેસ માટે લોકોએ વધારે કિંમત ચૂકવવી પડશે. દિલ્હીમાં ગુરુવારથી 59.01 રૂપિયાના બદલે હવે લોકોએ 59.51 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચોઃ Ramnath kovind address in gujarat vidhansabha: રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસના ગુજરાતના પ્રવાસે, વિધાનસભા ગૃહમાં સંબોધન કર્યુ- વાંચો વિગત

Advertisement

સરકારી તેલ કંપનીઓએ ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર કર્યા છે. સતત બે દિવસથી ભાવમાં વધારો કર્યા બાદ આજે રાહત આપી હતી અને ભાવ સ્થિર રહ્યા હતા. સરકારી તેલ કંપનીઓએ અગાઉ સતત બે દિવસ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80 પૈસાથી વધુનો વધારો કર્યો હતો. આ બે દિવસમાં મોટાભાગના શહેરોમાં પેટ્રોલ 1.60 રૂપિયા મોંઘુ થઈ ગયું છે. વાસ્તવમાં, વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઈલની વધતી કિંમતોના બોજને ઘટાડવા માટે કંપનીઓએ તેલના છૂટક ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.