New lpg connection of indane

LPG Subsidy Update: LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને સરકારનો નવો પ્લાન, વાંચો વિગત

LPG Subsidy Update: LPG સિલિન્ડરની વધતી મોંઘવારીને લઈને સરકારના વિચાર હજુ સામે આવ્યા નથી પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં આના સંકેત મળી રહ્યા છે કે ગ્રાહક એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી આપવા માટે તૈયાર છે.

નવી દિલ્હી, 19 માર્ચઃ LPG Subsidy Update: રસોઈ ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને ગ્રાહકોને મોટી ખબર મળી શકે છે. ઘરેલૂ ગેસની કિંમતમાં વધારાની ખબર આગ લગાડી રહી છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ક્રૂડ ઓયલની કિંમત વધી ગઈ છે. આ વચ્ચે સતત આ ચર્ચા બની છે કે રસોઈ ગેસ સિલિન્ડરની કિંમત 1000 સુધી પહોંચી જશે.

LPG સિલિન્ડરની વધતી મોંઘવારીને લઈને સરકારના વિચાર હજુ સામે આવ્યા નથી પરંતુ સરકારના એક આંતરિક મૂલ્યાંકનમાં આના સંકેત મળી રહ્યા છે કે ગ્રાહક એક સિલિન્ડર માટે 1000 રૂપિયા સુધી આપવા માટે તૈયાર છે. સૂત્રો અનુસાર એલપીજી સિલિન્ડરને લઈને સરકાર બે વલણ અપનાવી શકે છે. પહેલુ સરકાર સબસિડી વિનાના સિલિન્ડર સપ્લાય કરે. બીજુ, કેટલાક નક્કી કરાયેલા ગ્રાહકોને પણ સબસિડીનો લાભ આપવામાં આવે.

આ પણ વાંચોઃ Glenn maxwell marriage: ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ભારતીય મૂળની તેની ગર્લફ્રેન્ડ વિની રમન સાથે લગ્ન કર્યા

સબસિડી પર શુ છે સરકારનો પ્લાન?

સબસિડી આપવા વિશે સરકાર તરફથી હજુ કંઈ પણ સ્પષ્ટ કરાયુ નથી પરંતુ અત્યાર સુધી મળેલી જાણકારી અનુસાર 10 લાખ રુપિયા ઈનકમના નિયમને લાગુ રાખવામાં આવશે અને ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને સબસિડીનો લાભ મળશે. બાકી લોકો માટે સબસિડી ખતમ થઈ શકે છે.

સબસિડી પર સરકાર કરે છે આટલો ખર્ચ

છેલ્લા કેટલાક મહિનાથી એલપીજી પર સબસિડી આવવાની છે. સબસિડી પર સરકારનો ખર્ચ નાણાંકીય વર્ષ 2021 દરમિયાન 3,559 રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2020માં આ ખર્ચ 24,468 કરોડ રૂપિયાનો હતો. આ ડીબીટી સ્કીમ હેઠળ જેની શરૂઆત જાન્યુઆરી 2015માં કરવામાં આવી હતી જેના હેઠળ ગ્રાહકોને બિન સબસિડી એલપીજી સિલિન્ડરના પૂરા પૈસા ચૂકવવા પડે છે. સરકાર તરફથી સબસિડીના રૂપિયા ગ્રાહકના બેંક ખાતામાં રિફંડ કરવામાં આવે છે. 

સતત વધી રહી છે કિંમત

ગેસ સિલિન્ડરની કિંમત વધતી જઈ રહી છે. ગયા વર્ષે 2021માં ગેસ સિલિન્ડરની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. નવા વર્ષમાં અત્યાર સુધી ઘરેલુ ગેસની કિંમતની કોઈ પણ અપડેટ આવી નથી.

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.