yogi

CM Yogi Second Oath Ceremony: CM યોગીનો બીજો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ યોજાશે

CM Yogi Second Oath Ceremony: CM યોગીનો બીજો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ શહીદ પથ ખાતેનાં ઈકાના સ્ટેડિયમમાં યોજાશે.

લખનૌ, 19 માર્ચ: CM Yogi Second Oath Ceremony: 37 વર્ષ જૂની પરંપરાને તોડીને ઈતિહાસ રચનાર ઉત્તરપ્રદેશનાં CM યોગીનો બીજો શપથ ગ્રહણ સમારોહ 25 માર્ચના રોજ શહીદ પથ ખાતેનાં ઈકાના સ્ટેડિયમમાં યોજાશે. સમારોહમાં મંત્રીમંડળમાં મહિલાઓ અને યુવાનોને વિશેષ ધ્યાન આપવામાં આવશે. બપોરે લગભગ 4 વાગે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ વડાપ્રધાન (CM Yogi Second Oath Ceremony) નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્ર સરકારના અનેક મંત્રીઓ, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, કેન્દ્ર અને ભાજપના વરિષ્ઠ પદાધિકારીઓ સામેલ થશે. યોગી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભાર્થીઓ પણ આમંત્રણ આપવામાં આવ્યું છે.

કેબિનેટમાં મહિલાઓ માટે ખાસ ધ્યાન આપવાની વાત પણ સામે આવી છે. બલિયાના બંસડીહમાં પહેલીવાર ભાજપનું ખાતું ખોલાવનાર અને આઠ વખતના ધારાસભ્ય રામગોવિંદ ચૌધરીને હરાવનાર કેતકી સિંહને પણ તક મળી શકે છે.

કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા રાયબરેલી સદરના ધારાસભ્ય અદિતિ સિંહ, SP છોડીને ભાજપમાં જોડાયેલા મુલાયમ સિંહ યાદવની નાની વહુ અપર્ણા યાદવને પણ મંત્રી બનાવવામાં આવી શકે છે. આ તરફ હાથરસ સીટથી પહેલીવાર ધારાસભ્ય બનેલા અંજુલા સિંહ માહૌરને લોટરી લાગી શકે છે. ફરુખાબાદના ડૉ. સુરભીની સાથે આગ્રા ગ્રામીણની બેબી રાની મૌર્યને તો ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચાઓ છે. સાથે જ અપર્ણાને MLC બનાવીને કેબિનેટમાં સામેલ કરી શકાય છે.

CM Yogi Second Oath Ceremony

આ વખતે પાર્ટીએ લગભગ 25 નવા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. સરકારનાં 10 મંત્રી ચૂંટણી હારી ગયા છે. ત્રણે પક્ષ છોડી દીધો છે.

આવી સ્થિતિમાં યોગીની પહેલી સરકારના આ 13 મંત્રીઓની જગ્યાએ નવા ધારાસભ્યોને તક મળશે. વળી, આ વખતે કેબિનેટ 2024ને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી રહ્યું છે, તેથી કેબિનેટમાં ઓબીસી અને દલિત ધારાસભ્યોની ભાગીદારી વધશે.

યોગી કેબિનેટમાં લગભગ 15 જૂના મંત્રીઓને સ્થાન મળવાની વાત કહેવામાં આવી રહી છે. તેમાં સૌથી મહત્ત્વનું નામ કેશવ પ્રસાદ મૌર્યનું છે. ચૂંટણી હાર્યા બાદ પણ તેમને કેબિનેટમાં લેવામાં આવી શકે છે. આ ઉપરાંત સુરેશ ખન્ના, શ્રીકાંત શર્મા, બ્રિજેશ પાઠક, સતીશ મહાના, સિદ્ધાર્થનાથ સિંહ, સૂર્ય પ્રતાપ શાહી, આશુતોષ ટંડન, નંદકુમાર નંદી, કપિલ દેવ અગ્રવાલ, જતિન પ્રસાદ, રવિન્દ્ર જયસ્વાલ, લક્ષ્મીનારાયણ ચૌધરી, ભૂપેન્દ્ર ચૌધરી, જય પ્રતાપ સિંહ અને અનિલ રાજભરના નામ પણ મંત્રી પદના દાવેદારોમાં સામેલ છે.

આ સાથે જ અપના દળથી MLC આશીષ પટેલ ઉપરાંત વધું એક મંત્રી અપના દળમાંથી બનાવવામાં આવી શકે છે. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આ વખતે તેના સાથી પક્ષના કોટામાંથી 4 મંત્રી બનાવી શકે છે.

આ પણ વાંચો..LPG Subsidy Update: LPG ગેસ સિલિન્ડરની સબસિડીને લઈને સરકારનો નવો પ્લાન, વાંચો વિગત

Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.