Re-vaccination process start: આજથી રાજ્યમાં ફરી રસીકરણની પ્રક્રિયા શરૂ, 5 હજાર વેકસીન સેન્ટર પર મળશે રસી- વાંચો વિગત

Re-vaccination process start: રાજ્યમાં વેકસીન ની ભારે અછત હોવાના કારણે આરોગ્ય વિભાગે વધુ બીજા બે દિવસ વેકસીન પ્રકિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો

ગાંધીનગર, 10 જુલાઇઃ Re-vaccination process start: આજથી વેકસીન પ્રકિયા શરૂ કરાઇ છે. બુધવારે મમતા દિવસ હોવાના કારણે રાજય સરકાર વેકસીન પ્રકિયા બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ રાજ્યમાં વેકસીન ની ભારે અછત હોવાના કારણે આરોગ્ય વિભાગે વધુ બીજા બે દિવસ વેકસીન પ્રકિયા રાજ્યમાં બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો.

જેના કારણે રાજ્યમાં છેલ્લા 3 દિવસથી વેકસીન પ્રકિયા બંધ રાખવામાં આવી હતી. હવે આજથી વેકસીન પ્રકિયા શરૂ કરવાનો નિર્ણય કરી દેવામાં આવ્યો છે. ત્યારે આજથી ફરી રાજ્યના 5 હજાર જેટલા વેકસીન સેન્ટર પર(Re-vaccination process start) મહાઅભિયાન શરૂ થયું છે.

ગુજરાતમાં આજે કોરોનાના નવાં ૫૬ કેસ અને એક મોત નોંધાયું છે. રાજ્યમાં ૧૮ મહિા બાદ સૌથી ઓછાં એક્ટિવ કેસ નોંધાયા છે. આજે અમદાવાદમાં ૧૨, સુરતમાં ૧૨, વડોદરામાં ૭ અને રાજકોટમાં ૪ કેસ નોંધાયા છે અને સુરતમાં એક મૃત્યુ નોંધાયું છે. નવાં ૫૬ કેસ સામે આજે ૧૯૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં છેલ્લાં ૨૪ કલાકમાં અમદાવાદમાં ૧૨, સુરતમાં ૧૨, વડોદરામાં ૭, રાજકોટમાં ૪, ગાંધીનગરમાં ૩, જામનગરમાં ૩, અમરેલીમાં ત્રણ, જૂનાગઢમાં ૨, કચ્છમાં એક, પોરબંદરમાં એક, સાબરકાંઠામાં એક, સુરેન્દ્રનગરમાં એક, વલસાડમાં એક, નવસારીમાં એક, ગીર-સોમનાથમાં એક, આણંદમાં એક કેસ નોંધાયા છે. આ સિવાયના તમામ જિલ્લાઓમાં એકપણ કેસ નોંધાયો નથી. આજે માત્ર સુરતમાં એક મૃત્યુ નોંધાયાું છે અને રાજ્યનો કુલ મૃત્યુઆંક ૧૦,૦૦૭૩ થયો છે.

૫૬ નવાં કેસ સામે ૧૯૬ને ડિસ્ચાર્જ કરવામાં આવતા કુલ ડિસ્ચાર્જની સંખ્યા ૮,૧૨,૭૧૮ થઇ છે. વિવિધ વિસ્તારોમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા ૧૨૫૬ છે, જે પૈકી આઠ દર્દીઓ વેન્ટિલેટર પર અને ૧૩૪૮ દર્દીઓ સ્ટેબલ છે. રાજ્યનો હાલનો રિકવરી રેટ ૯૮.૬૧ ટકા છે

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Rathyatra: અમદાવાદમાં સતત બીજા વર્ષે આ 5 રથયાત્રાઓ નહીં નીકળે, તંત્રનો રથયાત્રાને લઇ મોટો નિર્ણય- વાંચો વિગત