Ahmedabad Rathyatra

Rathyatra: અમદાવાદમાં સતત બીજા વર્ષે આ 5 રથયાત્રાઓ નહીં નીકળે, તંત્રનો રથયાત્રાને લઇ મોટો નિર્ણય- વાંચો વિગત

Rathyatra: શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈસ્કોન અને ગુરૂકુળ મંદિર સહિતની ચાર અને પૂર્વ વિસ્તારની એક મળી કુલ પાંચ નાની રથયાત્રા સતત બીજા વર્ષે યોજાવાની નથી

અમદાવાદ, 10 જુલાઇ: Rathyatra: 12 જુલાઇના રોજ અષાઢી બીજની રથયાત્રા શરતો સાથે યોજાવાની છે. 144મી પરંપરાગત રથયાત્રા યોજવા માટે ધૂમ તૈયારી ચાલી રહી છે. બીજી તરફ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં ઈસ્કોન અને ગુરૂકુળ મંદિર સહિતની ચાર અને પૂર્વ વિસ્તારની એક મળી કુલ પાંચ નાની રથયાત્રા સતત બીજા વર્ષે યોજાવાની નથી.

જગન્નાથજી મંદિરની રથયાત્રા(Rathyatra) ભક્તો વગર જ પ્રતિકરૂપે પ્રભુની નગરચર્યા તરીકે નીકળશે. 23000 પોલીસ- સુરક્ષા જવાનો ઉપરાંત 15 ડ્રોનથી ભક્તો વગરની રથયાત્રા ઉપર નજર રાખવામાં આવશે.

પરંપરાગત રથયાત્રા 19 કિલોમીટર લાંબા રૂટ ઉપર ફરશે. આ રૂટ ઉપર પાંચ વાહનોમાં ભગવાન ઉપરાંત મંદિરના સંચાલકો નગરયાત્રા કરશે. રથયાત્રા રૂટના વિસ્તારોમાં આંશિક કરફ્યૂનું જાહેરનામું પોલીસ કમિશનરે બહાર પાડયું છે

રથયાત્રાની સુરક્ષા અને ભાવિકો એકત્ર ન થાય તે માટેની તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. શનિવારે સવારે અિધકારીઓને બ્રિફીંગ આપવામાં આવશે તે પછી બપોરે 4 વાગ્યે ગ્રાન્ડ રિહર્સલ યોજાનાર છે. ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંદર્ભે શહેરના પશ્ચિમ વિસ્તારના રહીશો સોમવારે બપોરે બે વાગ્યા સુધી નદી પાર નહીં જઈ શકે

ઉલ્લેખનીય છે કે, એ જ રીતે રથયાત્રા રૂટ અને આસપાસના રસ્તાઓ ઉપર વાહનોની અવરજવર ઉપર સોમવારે સવારથી બપોર સુધી પ્રતિબંધ ફરમાવાયો છે. ભક્તો વગરની રથયાત્રાની સુરક્ષા અને ભક્તો એકત્ર ન થાય તે માટે 23000 પોલીસ – સુરક્ષા જવાનો તહેનાત કરાશે. જ્યારે, જગન્નાથજી મંદિર, સરસપુર મંદિર, ખાડિયા, શાહપુર, દરિયાપુર સહિતના ખાસ વિસ્તારોમાં 15 ડ્રોનથી રથયાત્રા અને ધાબાઓ પર પોલીસ નજર રાખશે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચોઃ Bhiloda: વાંકાનેર તથા મેઘરજના પંચાલ ખાતે સાંસદસભ્યના હસ્તે ૬૬ કે.વી. સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું