Meter

Smart metering transition: ગરમીમાં વીજળી બિલમાં થશે ઘટાડો, આજે જ કરો આ કામ

Smart metering transition: કેન્દ્રીય મંત્રી આરકે સિંહે વીજળી ગ્રાહકોને સ્માર્ટ પ્રીપેડ મીટરનો ઉપયોગ કરવા વિનંતી કરી

કામની ખબર, 22 માર્ચ: Smart metering transition: જો તમે પણ વધતા વીજળીના બિલથી પરેશાન છો, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે ઉનાળામાં વીજળીનું બિલ કેવી રીતે ઓછું કરવું તેની રીત જણાવી છે. કેન્દ્રીય મંત્રી આરકે સિંહે વીજળી ગ્રાહકોને સ્માર્ટ પ્રીપેડ મીટરનો ઉપયોગ કરવા વિનંતી કરી છે.

તેમણે જણાવ્યું હતું કે, આનાથી વીજળી બિલમાં 2.5 ટકા સુધીનો ઘટાડો થઈ શકે છે. વીજળી અને ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી મંત્રીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ પ્રીપેડ મીટરનો ઉપયોગ વીજળી સપ્લાયર્સ માટે ઓપરેશનલ અને નાણાકીય ખર્ચ ઘટાડે છે. તેનું કારણ એ છે કે એડવાન્સ મની ગ્રાહકના એકાઉન્ટમાં જમા થાય છે.

સ્માર્ટ પ્રીપેડ મીટરનો સારો અનુભવ

સિંહે જણાવ્યું હતું કે, જો તમારી પાસે સ્માર્ટ પ્રીપેડ મીટર હશે તો વીજળીની કિંમતમાં બેથી અઢી ટકાનો ઘટાડો થશે અને તેનાથી ગ્રાહકોને ફાયદો થશે. મંત્રીએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટરનાં ઉપયોગથી સિસ્ટમ ડિજિટલ અને ઓટોમેટેડ બનશે અને એકંદરે કાર્યક્ષમતા વધશે.

આનાથી આ સેક્ટરની ઓળખ કરવામાં મદદ મળશે જેના પર ધ્યાન આપવાની જરૂર છે. અહેવાલો મુજબ, સ્માર્ટ પ્રીપેડ મીટરના વપરાશકર્તાઓને બિલની પરંપરાગત પોસ્ટ-પેડ મીટર સિસ્ટમની તુલનામાં વધુ સારો અનુભવ મળી રહ્યો છે.

સર્વેમાં સામેલ 92 ટકા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, સ્માર્ટ મીટર લગાવવું સરળ છે, જ્યારે 50 ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેનાથી વીજળી બિલમાં સુધારો થશે. કાઉન્સિલ ઓફ એનર્જી, એન્વાયરમેન્ટ એન્ડ વોટર (CEEW) દ્વારા મેકઆર્થર ફાઉન્ડેશન અને બ્લૂમબર્ગ ફિલાન્થ્રોપીઝના સહયોગથી કરવામાં આવેલા સર્વે મુજબ, લગભગ 63 ટકા ઉત્તરદાતાઓએ જણાવ્યું હતું કે, તેઓ અન્ય ગ્રાહકોને સ્માર્ટ મીટર લગાવવા માટે કહેશે. છ રાજ્યોના 18 જિલ્લાના 4,500 લોકોએ સર્વેમાં ભાગ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ઉનાળામાં વીજળીનું બિલ ખૂબ જ વધી જાય છે. જેના કારણે તેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા પર પડે છે અને આ મોંઘવારીમાં વધારો સામાન્ય લોકોને પોસાતું નથી. તેથી તેઓ ઉપર જણાવ્યા મુજબ સ્માર્ટ મીટર લગાવી બિલમાં ઘટાડો કરી શકે છે. 

આ પણ વાંચો: Gudi padwa 2023: ગુડી પડવો શા માટે ઉજવવામાં આવે છે? વાંચો વિસ્તારે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો