Banner Hasmukh Patel Harsh

Gujarat Foundation day: ક્યારેક નરસિંહે તો ક્યારેક નર્મદે કેવી ગજવી ગુજરાતી…..

છૂટાં પડતાં જતાંને આવજો કહી ફરી મળવાની આશા જગાડીએ એ આપણી ગુજરાતી;
ગુસ્સે થતાં તારી ભલી થાય એમ કહીએ જેમાં ઈચ્છીએ તો ભલું જ; બોલો છે ને ગુજરાતી!

ખારું હોય તોયે મીઠું કહીએ, બહુ ડાહ્યો કહીએ મેણું મારતા, ગણીએ તો ડાહ્યો એ ગુજરાતી; 
અણગમો બતાવીને કહીએ ભલા માણહ, એને ગણીએ તો ભલો જ ; બોલો છે ને ગુજરાતી!

ખરો છે એમ ખોટાને કહીએ પણ કહીએ તો ખરો જ, આવો પ્રભાવ ધરાવે એ ગુજરાતી; 
કક્કો અને બારાખડીનું કેવું સંયોજન , છંદ અને અલંકારનું પ્રયોજન, બોલો છે ને ગુજરાતી! 

કેપીટલ કે સ્મોલ લેટર્સ નહીં કારણે ના માને કોઈ પણ ઊંચનીચમાં; ગમે એવી ગુજરાતી;
એકજ વાક્ય માં શબ્દની જગા બદલો , ઢગલો અર્થ મળે એવી કમાલ, બોલો છે ને ગુજરાતી! 

ક્યારેક નરસિંહે તો ક્યારેક નર્મદે કેવી ગજવી ગુજરાતી, વિશ્વમાં વહેતી કરી ગરવી ગુજરાતી;
‘હર્ષ’ કહે ભાષા મારી મા, ‘પરખ’ વંદે ભાષાને, ના વિયોગ બસ સંયોગ, બોલો છે ને ગુજરાતી!

આ પણ વાંચો:- Nomination for Padma Award-2025: પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો