PM election campaign in Gujarat: લોકસભા ચૂંટણીના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે, આ શહેરોમાં કરશે પ્રચાર- જુઓ વીડિયો
PM election campaign in Gujarat:ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેરેથોન પ્રચાર કરશે

અમદાવાદ, 02 મેઃ PM election campaign in Gujarat: ગુજરાતમાં લોકસભા ચૂંટણીના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત પ્રવાસે છે. ગઇકાલે ડીસા અને હિંમતનગરમાં પ્રચંડ પ્રચાર પછી આજે વડાપ્રધાન આણંદ, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં સભા સંબોધશે.
Addressing a massive rally in Anand. There is outstanding support for the BJP here.https://t.co/ebRHv3IEfV
— Narendra Modi (@narendramodi) May 2, 2024
આ પણ વાંચો:- Nomination for Padma Award-2025: પદ્મ પુરસ્કાર-2025 માટે નામાંકન શરૂ
ગુજરાત મુલાકાતના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મેરેથોન પ્રચાર કરશે. આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ છે. વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાનમાં તેઓ જાહેર સભા સંબોધશે. તેઓ આણંદ અને ખેડા બેઠકના ઉમેદવારો માટે પ્રચાર કરશે.આણંદ બાદ સુરેન્દ્રનગર, જૂનાગઢ અને જામનગરમાં જનસભા સંબોધશે.
મોદી માત્ર બનાસકાંઠા સહિત ગુજરાતની તમામ બેઠકો જીતીને સંતુષ્ટ નહીં થાય, આપણે તમામ મતદાન મથકો પણ જીતવા પડશે. pic.twitter.com/UC1EC1qhVc
— Narendra Modi (@narendramodi) May 1, 2024
આણંદની સભામાં ખેડા અને આણંદ લોકસભા બેઠક માટે વડાપ્રધાન મોદી પ્રચાર કરશે. વઢવાણની સભામાં સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર લોકસભા બેઠકો માટે પ્રચાર કરશે.
બનાસકાંઠાની રેલીમાં ઉમટેલી જનમેદની ગુજરાતમાં ભાજપની અભૂતપૂર્વ જીતનો વિશ્વાસ આપી રહી છે. pic.twitter.com/OiFAxi98Ac
— Narendra Modi (@narendramodi) May 1, 2024
જૂનાગઢની સભામાં અમરેલી, પોરબંદર અને જૂનાગઢ બેઠક માટે પ્રચાર કરશે. તો જામનગર દક્ષિણમાં જામનગર અને પોરબંદર બેઠક માટે સભા કરશે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો