Peanut chikki recipe: શિયાળાની ઋતુમાં ગળ્યું ખાવાની ઈચ્છા થઈ છે, તો આજે જ બનાવો ગોળ-મગફળીની ચિક્કી
Peanut chikki recipe: આ ચિક્કી તમે કન્ટેનરમાં લાંબા સમય સુધી સામાન્ય તાપમાનમાં પણ સ્ટોર કરી શકશો
લાઇફ સ્ટાઇલ, 28 ડિસેમ્બરઃ Peanut chikki recipe: ઠંડી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ નાના મોટા સૌ કોઈને ગરમા ગરમ ખાવાની ઈચ્છા પણ વધતી જાય છે. અને તેમાં પણ નાના ભૂલકાંઓને ચટપટાં અને રોજ નવા નવા નાસ્તા જોઈતા હોય છે. બાળકોને રોજ અલગ અલગ નાસ્તા તો બનાવી આપીએ પણ તે હેલ્થી હોવા જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે.
તો આજે તમારા રસોડે બનાવો ગોળ-મગફળીની ચીક્કી. શિયાળામાં મોટાભાગના લોકો અલગ-અલગ પ્રકારની ચિક્કી બનાવતા હોય છે. અને તે શરીર માટે ઘણી લાભદાયી હોય છે. તો ચાલો ફટાફટ ખાવામાં સ્વાદિષ્ટ એવી ગોળ-મગફળીની ચિક્કી બનાવીએ જે શરીરને ગરમ અને સ્વસ્થ રાખે છે.
સામગ્રી- ગોળની ચિક્કી બનાવવી સરળ છે જો કોઈ પહેલી વાર બનાવતા હોવ તો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર આસાનીથી બનાવી શકો છો.
250 ગ્રામ છોતરા વગરની મગફળી, 200 ગ્રામ ગોળ, અડધો કપ પાણી, જરૂરિયાત મુજબ ઘી અને જરૂરિયાત મુજબ બદામ પણ એડ કરી શકો છો. અને બદામ એડ ન કરવી હોય તો પણ ચાલે.
બનાવવાની રીતઃ સૌ પ્રથમ તવાને ગરમ કરો અને તેમાં મગફળી સારી રીતે ફ્રાય કરી લો જેનાથી તેમાં રહેલી કચાશ નીકળી જાય અને તે ક્રિસ્પી બને. મગફળી બરાબર શેકાઈ જાય તેના પછી મિક્સરમાં તેને અધકચરી ક્રશ કરી લો. હવે એક વાસણમાં અડધો કપ પાણી નાખો અને તેમાં ગોળ નાખીને ગેસ પર ગરમ કરો. ગોળ બરાબર ઓગળી જાય પછી તેમાં મગફળી ઉમેરો અને પછી પ્લેટ કે ટ્રેને ઘી અથવા માખણથી ગ્રીસ કરી લો. તેમાં મિશ્રણ રેડી મનપસંદ આકાર આપી શકો છો. ચિક્કીની ઉપર તમે ડ્રાયફ્રૂટ્સ નાખી ગાર્નીશ પણ કરી શકો છો.
આ ચિક્કી તમે કન્ટેનરમાં લાંબા સમય સુધી સામાન્ય તાપમાનમાં પણ સ્ટોર કરી શકો છો. તેને રોજ ખાવાથી શરીરમાં રહેલી લોહીની ઉણપને દૂર કરે છે, સાથે સાથે રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે.
આ પણ વાંચોઃ Shubh Muhurat 2022 : નવા વર્ષ 2022માં 90 દિવસ જ છે લગ્નના મુહુર્ત, સૌથી વધુ આ મહિનામાં છે મુહુર્ત

