Urvashi prajapati image 600x337 1

The story of the recipe : નેત્રાની મમ્મીનો નુસ્ખો- વાંચો આ રસપ્રદ વાર્તા

The story of the recipe: તો દોસ્તો, કેવો લાગ્યો આ નુસ્ખો?

આ નુસ્ખાનું ક્રેડિટ જાય છે મારી મમ્મી ને. એનાં રસોડામાં બધાં જ રોગોનાં ઈલાજ છે.

તો તમે પણ ચમકદાર સ્કીન કરવા માટે જરૂરથી આ નુસ્ખો અપનાવજો ને મને જણાવજો.

અને હા, હવે આગળનો વિડિયો આવશે શુક્રવારે.

એટલે આ વખતે હું કોઈ નવી રેસિપી શીખવાડીશ.

તો નીચે કમેન્ટ બોક્સમાં મેં ત્રણ ઓપ્શન આપ્યા છે. એમાંથી જે રેસિપીની વધારે ડિમાન્ડ આવશે એ હું બતાવીશ.

ત્યાં સુધી નેત્રા સાઈનિન્ગ ઓફ. આવજો. હસતાં રહેજો. મોજમાં રહેજો.

મળીએ “નેત્રાની દુનિયા” નાં આગલા વિડિયોમાં.
હાશ!!

નેત્રા એ પૂરો વિડિયો બનાવી દીધો.

સામે મમ્મી બેઠી હતી. નેત્રાની મદદ કરવા ખડેપગે તૈયાર.

એને વિડિયો બનાવવા માટે જોઈતી બધી જ વસ્તુઓ મમ્મી આપતી.
વાહ બેટા! સુપર્બ. મસ્ત. મમ્મી સુંદરાએ દીકરીને કહ્યું.
નેત્રા અને સુંદરા ને જોઈને કોઈ એમ જ કહે કે બે મિત્રો છે.

સુંદરા નામ પ્રમાણે સુંદર અને નેત્રા જાણે માં નું પ્રતિબિંબ.
નેત્રા ૨૧ વષૅ ની ચુલબુલી કોલેજ ગલૅ, એકદમ ઉત્સાહી.

એને બધો જ શોખ.

એટલે એ અલગ અલગ વિડિયો બનાવી સોશિયલ મિડિયામાં મૂકતી. રસોઈ, ફેશન, મૂવી રિવ્યૂ, રેસ્ટોરન્ટ રિવ્યૂ લગભગ બધાંનો એ વિડિયોમાં સમાવેશ કરતી.

ઘણાં એને કહેતાં કે યુટ્યુબ ચેનલ બનાવ. પણ ભણવા સાથે એ બધું મેનેજ ના કરી શકતી. એટલે એ વિષે વિચારતી જ નહીં.
પણ પછી આવ્યો કોરોના.કોરોના લોકડાઉનમાં ઘરે રહીને એ કંટાળી હતી.

સુંદરાએ એને આઈડિયા આપ્યો કે હવે તો તું ફ્રી છે. તો બનાવી દે યુટ્યુબ ચેનલ.
નેત્રા એ તો તરત જ ચેનલ બનાવી દીધી. અને ધડાધડ વિડિયો બનાવવા લાગી.

એનું સૌથી મોટું મોટિવેશન હતું એની મમ્મી સુંદરા.
સુંદરા એને નવાં વિષયો આપતી. એને કન્ટેન્ટ બનાવવામાં મદદ કરતી. બધો જ સપોટૅ કરતી.

એનાં માટે લગતી બધી જ વસ્તુઓ પણ કોરોનાનાં સમયમાં દુકાને દુકાને ફરી ફરી શોધી લાવતી.

સુંદરા એક “કૂલ મમ્મી” હતી.

યુવાન દીકરીને ભાષણ આપી વડીલ બનવા કરતાં એનાં મિત્ર બનવું એને વધારે યોગ્ય લાગતું હતું.
આમ પણ નેત્રા જન્મી ત્યારથી એનું જીવન બસ નેત્રા ની આજુબાજુ જ ફરતું હતું.

પતિ નોકરીમાં બિઝી રહેતા. એ નેત્રા માં.

નેત્રા કોઈ જ વાત એનાથી છૂપાવતી નહીં.

એવી કેળવણી ને એવો સંબંધ એણે વિકસાવ્યો હતો.

બસ એ જે કરે એ સાચાં રસ્તા પર હોય અને એને ખુશી મળે. એવું સુંદરા ઈચ્છતી.

એટલે તો એણે જ ચેનલ બનાવવા પ્રોત્સાહિત કરી.
હવે નેત્રાને કમેન્ટમાં સૌથી વધારે ડિમાન્ડ આવી હતી ચીઝ બોલ બનાવવાની. એની માટેની જરુરી ચીજવસ્તુઓ સુંદરા માર્કેટમાંથી લઇ આવી.

નેત્રાએ ઘરે એકવાર બનાવીને જોવાનું વિચાર્યું.

પણ ત્યાં એક અણધારી ઘટના બની.

તેલનાં ઝારાને નેત્રાનો જોરથી હાથ અડતાં ગરમ તેલ ઉછળ્યું ને નેત્રાનાં મોંઢા પર અને ગળા પર ગરમ તેલનાં છાંટા ઉડ્યા. એ બહું ખરાબ રીતે દાઝી ગઈ.

સુંદરા તાત્કાલિક એને દવાખાને લઇ ગઈ.
સુંદરાએ પતિને ફોન કરી બધી વાત જણાવી.

દીકરીને પારાવાર દુઃખમાં જોઈ સુંદરા રડી રહી હતી.

પણ હિંમત હાયૉ વગર મજબૂત બની દીકરીને સાચવી રહી હતી.

ડોક્ટરે જણાવ્યું કે ફોલ્લા પડ્યા છે એ બેસી જશે. દવાથી રુઝ પણ જલ્દી આવી જશે.

પણ ડાઘાં જલ્દી નહીં જાય. એમાં સમય લાગશે.
પતિ પણ દવાખાને આવી ગયાં હતાં.

નેત્રા ને ઘરે લઈ જવામાં આવી ને દવા આપી સૂવડાવવામાં

આવી.
પછી શાંત સ્વભાવનાં પતિએ આજે સુંદરા પર ગુસ્સો કર્યો.‌ વહાલસોયી દીકરી દાઝી એમાં સુંદરાનો વાંક છે. એણે જ આ ચેનલ અને વિડિયોનાં રવાડે ચડાવી હતી. એમ કહી એક પિતા અંદરથી બળી રહ્યો હતો. ને આક્રોશ ઠાલવી રહ્યો હતો.

સુંદરાએ કોઈ જ પ્રતિભાવ ના આપ્યો. બસ એકબાજુ બેસી રડતી રહી.

એક નાનકડી ફોલ્લી કે ખીલ થતો તો નેત્રા ઘર માથાં પર ચડાવી લેતી. હવે એ અરીસામાં જોશે તો……

બસ એ વિચારી સુંદરા રડી રહી હતી.
પણ થોડીવાર પછી એ ઊભી થઈ, આંસુ લૂછ્યા ને પતિને કહ્યું. આપણે નેત્રા આગળ એનાં ડાઘાં વિશે કોઈ જ વાત નહીં કરવાની. એ હિંમત ના હારે એ આપણે જોવાનું છે.

આપશો ને મને સાથ?

પતિએ હકારમાં માથું ધુણાવ્યું.
બીજાં દિવસે નેત્રા ને દાઝવાથી તાવ હતો. એ પલંગમાં જ રહી.

પણ બે દિવસ પછી અરીસામાં જોયું તો એને ભાન થયું કે મારું મોઢું ખરાબ થઈ ગયું.એ ઉદાસ થઈ. એકલામાં રડતી.પણ મમ્મી પપ્પા આગળ ના રડી શકતી.

સૂનમૂન બેસી રહેતી. કામ વગર બોલતી નહીં.

હંમેશાં ઘરમાં ગૂંજતો એનો અવાજ શાંત થઈ ગયો હતો.

જે સુંદરાથી જોવાતું નહતું.
હું આવી રીતે મારી વહાલસોયી દીકરીને તૂટવા નહીં દઉં.

એ મનોમન બોલી.
ઓયે નેત્રા! ચાલ ઉભી થા‌. ચા નાસ્તો કરી લે.

આજે શુક્રવાર છે. ભૂલી ગઈ. તારાં ફોલોઅસૅ તારાં વિડિયોની રાહ જોતાં હશે.

સુંદરાએ નેત્રાને ઉઠાડતાં કહ્યું.

મમ્મી! પ્લીઝ! તને નથી દેખાતું આ મારું મોઢું!!

આવી રીતે હું કેવી રીતે વિડિયો બનાવીશ?

મારી મજાક કરશે બધાં.

હવે બંધ વિડિયો બનાવવાનું.

નેત્રા એ રડતાં કહ્યું.
બસ બસ હવે ઉભી થા.

તારે લાઈવ થવાનું છે. દસ વાગ્યાનો સમય છે.

મેં તારાં ચેનલ પર તારાં આ દાઝવાનાં બનાવ વિશે લખ્યું.

તું થોડાં દિવસ વિડિયો નહીં કરે. એમ લખ્યું.

તો લોકો એ તને get well soon વિશ કર્યું.

કોઈ એ કહ્યું એમાં શું? અમે તો ટેલેન્ટ જોઈએ છે નેત્રાનું.

એનાં મોઢાં ને એમાં શું લેવાદેવા? જો એ સ્વસ્થ હોય તો ચોક્કસથી વિડિયો કરવો જોઈએ.
મોટાં ભાગનાં લોકોએ તને લાઈવ શો કરવાનું કહ્યું છે. એમને નેત્રા સાથે વાત કરવી છે.

તો મેં સમય આપી દીધો.

સોરી! તને પૂછ્યાં વગર કર્યું.

આટલું કહી પપ્પા પણ નેત્રા સાથે બેસી ગયાં.
શું પપ્પા! તમે પણ!

લખી દો. કેન્સલ. હું નથી જવાની લાઈવ.

નેત્રા એ ચિડાઈને કહ્યું.
મેં કહ્યું હતું એ નહીં કરે.

તારી મમ્મીનો હતો આ આઈડિયા.

પપ્પા પાછાં ખીજાઈ ગયાં.
બેટા! તું નાની હતી ને ત્યારે મને ખીલ બહું થતાં.

એક વખત તારી એક ફ્રેન્ડે તને કહ્યું,તારી મમ્મીનું મોઢું કેટલું ગંદું થઈ ગયું છે!!

તો તું ગુસ્સે થઈ ગઈ ને બોલી, મારી મમ્મી જેવું કોઈ નથી.

એ બહું સરસ ખાવાનું બનાવે, મને ને પપ્પા ને સાચવે,મારી સાથે રમે,નાચે. એવું નહીં બોલવાનું!!

એ તો એને મોઢાં પર એવું થઈ ગયું છે. એને સારું થઈ જશે.
ત્યારે હું પાછળ ઉભી હતી અને મારી નાનકડી નેત્રાની આ વાતો ખુશીનાં આંસુ સાથે સાંભળી રહી હતી.
તો આજે એ સમજણ ક્યાં ગઈ?

બેટા,તારું મોઢું જોઈને તારાં વ્યુઅસૅ નથી વધ્યા.

તારું ટેલેન્ટ, કંઈક નવું જોઈને એ લોકો તને ફોલો કરે છે.

આ મેકઅપનાં જમાનામાં બધાં જ રૂપાળા છે બેટા!

પણ તું તો દિલથી યે એટલી જ રૂપાળી છો.

હિંમત રાખ. થોડાં સમય પછી તું પહેલાં જેવી થઈ જઈશ.

જા લાઈવ અને બીજાને પણ હિંમત આપ.
મમ્મીની વાત ગળે ઉતરી ગઈ ને એ તૈયાર થઈ લાઈવ ગઈ.
લોકોનો પ્રેમ, સપોટૅ, હિંમત જોઈ નેત્રામાં જોશ આવ્યો.

ઘણાં લોકોએ પોતાની જિંદગીનાં મુશ્કેલ અનુભવો શેર કયૉ.

નેત્રા સમજી ગઈ કે લોકો એને દિલથી ચાહે છે.

છેલ્લે એણે કહ્યું કે મને આટલી હિંમત આપવા માટે હું મમ્મીનો આભાર માનું છું.

મને તમારી સામે ફરી લાવવા પાછળ મારી મમ્મીનો હાથ છે.

ખરેખર, જ્યાં મમ્મી હોય ત્યાં દુઃખ કે નિરાશા ના હોય.
પોતાની નાનકડી નેત્રાની આવી વાતો સાંભળી ફરીથી સુંદરા ખુશીનાં આંસુ વહાવી રહી હતી.
મિત્રો, જો માં એમ કહે ને કે થઈ જાશે, ચિંતા ના કર. ત્યારે અડધું કામ જાણે ત્યાં જ પતી ગયું હોય એવો અહેસાસ થાય.

માં શબ્દ નાનો છે, પણ કામ મોટાં મોટાં કરી જાય છે.

શું કહેવું છે તમારું?
કેવી લાગી આ વાર્તા? જણાવજો…..

આ પણ વાંચો…The effect of lockdown and corona:’બંધ’ ના ‘પ્રબંધ’ પર ‘પ્રતિબંધ’ ની જરૂર

Whatsapp Join Banner Guj

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *