dragon juice

Summer Drink: ગરમીમાં ઘરે બનાવો ડ્રેગન ફ્રૂટ સ્મુધી, હેલ્થ માટે છે ખૂબ ફાયદાકારક

Summer Drink: ડ્રેગન ફ્રૂટ સ્મુધી ઘરે આ રીતે બનાવો છો તો એકદમ ટેસ્ટી બને છે અને હેલ્થ માટે પણ અનેક રીતે ફાયદાકારક છે.

હેલ્થ ડેસ્ક, 28 મે: Summer Drink: શરીરને સ્વસ્થ રાખવા માટે અનેક ઘણી મહેનત કરવી પડે છે. જો તમે સ્વાસ્થ્ય પર બરાબર ધ્યાન આપતા નથી તો અનેક ઘણી તકલીફો શરીરમાં થવા લાગે છે. ખાસ કરીને ગરમીની સિઝનમાં ફ્રૂટ્સ જ્યૂસનું સેવન દરેક લોકોએ કરવું જોઇએ. આ ગરમીમાં તમે ફ્રૂટ્સમાંથી અનેક પ્રકારની સ્મુધી બનાવી શકો છો. તો આજે અમે તમારી માટે એક મસ્ત સ્મુધી લઇને આવ્યા છીએ. તો આજે અમે તમને જણાવીશું ડ્રેગન ફ્રૂટ સ્મુધી કેવી રીતે બનાવશો.

સામગ્રી

2 ડ્રેગન ફ્રૂટ

2 કપ દૂધ

4 થી 5 મોટી ચમચી વેનીલા આઇસ્ક્રીમ

સ્વાદાનુંસાર ખાંડ

4 થી 5 ફુદીનાના પાન

4 થી 5 આઇસ ક્યૂબ

બનાવવાની રીત

  • ડ્રેગન સ્મુધી બનાવવા માટે સૌ પ્રથમ ડ્રેગન ફ્રૂટને બે ભાગમાં કટ કરી લો.
  • ત્યારબાદ એક બાઉલ લો અને એમાં ડ્રેગન ફ્રૂટના નાના-નાના ટુકડા કરી લો.
  • હવે આ કટકાને મિક્સર જારમાં નાંખો.
  • આ મિક્સર જારમાં ખાંડ, વેનીલા એસેન્સ, આઇસ ક્યૂબ્સ, વેનીલા આઇસ્ક્રીમ નાંખીને બરાબર ચન કરી લો.
  • આ મિશ્રણને બરાબર ગ્રાઇન્ડ કરી લો.
  • જેમ મિશ્રણ બરાબર ગ્રાઇન્ડ થઇ જાય એટલે એને એક ગ્લાસમાં નિકાળી દો.
  • તો તૈયાર છે ડ્રેગન ફ્રૂટ સ્મુધી.
  • હવે આ સ્મુધીને એક કાચના ગ્લાસમાં લઇ લો અને ઉપરથી આઇસ ક્યૂબ્સ એડ કરો.
  • હવે આ સ્મુધીને ફુદીનાના પાનની સાથે ઠંડી-ઠંડી સર્વ કરો.
  • જો તમે ઇચ્છો છો તો આમાં ડ્રેગન ફ્રૂટ્સના નાના-નાના કટકા કરીને પણ નાંખી શકો છો.
  • ડ્રેગન ફ્રૂટ ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે. આ ફ્રૂટ તમે બાળકોને ખવડાવો છો તો સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો થાય છે. આ સ્મુધી બાળકોને અઠવાડિયામાં બેથી ત્રણ વાર પીવડાવો છો તો હેલ્થને અનેક ઘણો ફાયદો થાય છે.

આ પણ વાંચો..Benefits of mint syrup: ઉનાળામાં ફુદીનાનું શરબત પીવો, પેટના દુખાવા અને બળતરામાં મળશે રાહત

Gujarati banner 01