currency

Jharkhand forest officer residence raid: વન વિભાગના અધિકારીના ઘરેથી મળ્યો નોટનો ઢગલો, તપાસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા

Jharkhand forest officer residence raid: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમના મનોહરપુર બ્લોકમાં ગુરુવારે, એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) એ કાર્યવાહી કરી રેન્જરને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો

રાંચી, 28 મે: Jharkhand forest officer residence raid: ઝારખંડના પશ્ચિમ સિંઘભૂમના મનોહરપુર બ્લોકમાં ગુરુવારે, એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) એ કાર્યવાહી કરી રેન્જરને લાંચ લેતા રંગે હાથે પકડી પાડ્યો હતો. એસીબીએ રેન્જરના સત્તાવાર નિવાસસ્થાને તપાસ કરતાં રૂ. 99 લાખથી વધુની રોકડ મળી આવી હતી. એસીબીએ બંનેની ધરપકડ કરી હતી.

મળતી માહિતી મુજબ એ.સી.બી.ને રેન્જર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાની ફરિયાદ મળી હતી. આ પછી ટીમે મનોહરપુર, પોડાહાટ, આનંદપુર અને સોનગ્રા ચક્રધરપુરના ફોરેસ્ટ એરિયા ઓફિસર (રેન્જર) વિજય કુમાર અને તેના કોમ્પ્યુટર ઓપરેટર મનીષ પોદ્દારને રંગે હાથે પકડ્યા હતા.  મનોહરપુરના ગણેશ પ્રામાણિકે પોતાના જૂના લાકડાનાં પલંગને જમશેદપુર લઈ જવા માટે અઢી હજાર રૂપિયાની લાંચ માગવાની ફરિયાદ એસીબીને કરી હતી.

Jharkhand forest officer residence raid: આ પછી એસીબીના ડીએસપી એસ તિર્કીની આગેવાની હેઠળની કાર્યવાહી દરમિયાન રેન્જર અને તેનો કોમ્પ્યુટર ઓપરેટર લાંચ લેતા રંગે હાથે ઝડપાઈ ગયા હતા. આ પછી ટીમ રેન્જરના સત્તાવાર આવાસ પર ગઈ અને તપાસ કરી હતી. જ્યાંથી 99 લાખ 2 હજાર 540 રૂપિયા રોકડા મળી આવ્યા હતા.  એ.સી.બી.એ રેન્જર અને રેન્જરના કોમ્પ્યુટર ઓપરેટરની ધરપકડ કરીને તેમને જમશેદપુર લઈ ગયા છે. ત્યાં બંનેને જ્યુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલવામાં આવશે.

Advertisement

આ પણ વાંચો..UAEએ ભારતીયોને આપ્યો ઝટકો, લોકોના ખીસ્સા પર પડશે મોટી અસર

Gujarati banner 01