fect check

Fact Check : આધાર કાર્ડથી 2% વ્યાજે Loan મળવાનો મેસેજ આવે, તો થઇ જજો એલર્ટ

Fact Check : જો તમારા ફોનમાં પણ “પ્રધાનમંત્રી યોજના આધારકાર્ડ લોન 2% વ્યાજ, 50 % ટકા માફ, કોલ 8595311955” આ પ્રકારનો મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની એક નવી સ્કીમ હેઠળ સસ્તામાં લોન આપવામાં આવી રહી છે. તો થઇ જજો એલર્ટ….

Fact Check : અત્યારના સમયમાં જેમ જેમ ટેક્નોલોજીનો વિકાસ થયો છે, તેની સાથે સાથે સાઇબર ક્રાઇમમાં પણ વધારો નોંધાયો છે. અવારનવાર લલચાવનારા મેસેજ ફોન પર આવતા હોય છે. જો તમારા ફોનમાં પણ “પ્રધાનમંત્રી યોજના આધારકાર્ડ લોન 2% વ્યાજ, 50 % ટકા માફ, કોલ 8595311955” આ પ્રકારનો મેસેજ આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે, સરકારની એક નવી સ્કીમ હેઠળ સસ્તામાં લોન આપવામાં આવી રહી છે. આ મેસેજમાં એવું કહેવામાં આવ્યું છે કે, તમે માત્ર આધાર કાર્ડનો ઉપયોગ કરીને લોન લઈ શકો છો.

PIB Face Check દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર કહેવામાં આવ્યું છે કે, લોન વિશે જે મેસેજ ફરી રહ્યો છે તે બિલકુલ ખોટો છે. સરકાર તરફથી આધારકાર્ડ પર લોન આપવાની કોઈ સ્કીમ ચલાવવામાં આવતી નથી. પોસ્ટમાં જે લખેલું છે તે એક ફેક મેસેજ છે. જેમા સરકારની સ્કીમ હેઠળ આધાર કાર્ડ દ્વારા વાર્ષિક માત્ર 2 ટકાના દરે લોન આપવામાં આવશે. આવા ફેક મેસેજોને આગળ ફોરવર્ડ ન કરશો. આ તમારી પ્રસનલ માહિતી મેળવીને ઠગો તમારી સાથે કોઈ છેતરપિંડી કરી શકે છે. એટલે સાવધાન રહો અને આવા કોઈ પણ મેસેજ આવે તો પહેલા બરોબર ચેક કરો.

પીઆઈબી ફેક્ટ ચેકમાં ચેતવણી આપવામાં આવી છે કે, જે લોકોને આ પ્રકારનો મેસેજ મળી રહ્યો છે તે એક ફેક છે. સરકાર તરફથી આવી કોઈ યોજના ચલાવવામાં આવતી નથી. એટલે નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે, આવા ફેક મેસેજને આગળ ન મોકલો.

આ પણ વાંચોઃ Gyanvapi Case: વારાણસી કોર્ટનો મોટો ચુકાદો, જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિંદુઓ કરી શકશે પૂજા

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો