gyanvapi masjid

Gyanvapi Case: વારાણસી કોર્ટનો મોટો ચુકાદો, જ્ઞાનવાપી મસ્જિદના ભોંયરામાં હિંદુઓ કરી શકશે પૂજા

Gyanvapi Case: જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે.

ન્યુ દિલ્હી, 31 જાન્યુઆરીઃ Gyanvapi Case: છેલ્લા કેટલાય સમયથી જ્ઞાનવાપી કેસને લઇ નિર્ણયની રાહ જોવાઇ રહી છે. હવે જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને મોટી સફળતા મળી છે. વારાણસી કોર્ટે હિન્દુ પક્ષને વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. કોર્ટે વ્યાસ પરિવારને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ ઉપરાંત સાત દિવસમાં વ્યવસ્થા કરવાનો પણ આદેશ અપાયો છે. આ ભોંયરું મસ્જિદની નીચે આવેલું છે અને તે 1993થી બંધ છે.

વારાણસી કોર્ટના નિર્ણય બાદ હવે વ્યાસજીના ભોંયરામાં નિયમિત પૂજા-અર્ચના થશે. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ બોર્ડ દ્વારા પૂજા-અર્ચના થશે. હિન્દુ પક્ષો કોર્ટના નિર્ણયથી મોટી જીત થઈ હોવાનું કહ્યું છે અને 30 વર્ષ બાદ ન્યાય મળ્યો હોવાનો દાવો કર્યો છે. ત્યાં નવેમ્બર-1993 સુધી પૂજા-અર્ચના કરાઈ હતી.

ઉલ્લેખનીય છે કે, શૈલેન્દ્ર કુમાર પાઠકે વારાણસીના જ્ઞાનવાપી પરિસરમાં આવેલ વ્યાસજીના ભોંયરામાં પૂજા-પાઠ કરવાનો અધિકાર આપવાની માંગ કરતી અરજી કરી હતી, જેના પર ગઈકાલે સુનાવણી હાથ ધરાયા બાદ જિલ્લા ન્યાયાધીશે આદેશને સુરક્ષિત રાખી લીધો હતો અને આજે નિર્ણય સંભળાવ્યો હતો.

આ છે હિન્દુ અને મુસ્લિમ પક્ષનો દાવો
અરજીમાં હિન્દુ પક્ષનો દાવો છે કે, નવેમ્બર 1993માં તે વખતની રાજ્ય સરકારે વ્યાસજીના ભોંયરામાં પૂજા-અર્ચના અટકાવી દીધી હતી, જેને પુનઃ શરૂ કરવાનો અધિકાર આપવામાં આવે.

બીજીતરફ મુસ્લિમ પક્ષે પ્લેસ ઑફ વર્શિપ એક્ટનો ઉલ્લેખ કરી અરજીને રદ કરવાની માંગ કરી હતી. જોકે કોર્ટે મુસ્લિમ પક્ષની અરજીનો અસ્વિકાર કર્યો છે અને હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસજી ભોંયરામાં પૂજા-અર્ચના કરવાનો અધિકાર આપ્યો છે.

આ પણ વાંચોઃ Shoaib Malik statement: પહેલીવાર શોએબ મલિકે સાનિયા મિર્ઝા સાથે તલાક પર મૌન તોડ્યું, ક્રિકેટરે કહી આ વાત

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો