Gujarat railway projects: 31 માર્ચે ગુજરાતમાં રેલવે વિકાસની મોટી ભેટ – મોદી કરશે લોકાર્પણ
Gujarat railway projects: ₹257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલ કાનાલુસ – જામનગર રેલખંડ ડબલિંગ પ્રોજેક્ટનું લોકાર્પણ
રાજકોટ, 29 માર્ચ: Gujarat railway projects: ભારતીય રેલવેના આધુનિકીકરણ, ક્ષમતા વિસ્તરણ અને પ્રાદેશિક સંતુલિત વિકાસના વિઝનને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ તરીકે, ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તારીખ 31 માર્ચ, 2026 ના રોજ ગુજરાતમાં ₹891 કરોડના વિવિધ રેલ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને રાષ્ટ્રને સમર્પણ કરશે.
આ ઐતિહાસિક અવસરે પ્રધાનમંત્રી દ્વારા ખેડબ્રહ્મા – હિંમતનગર – અમદાવાદ (અસારવા) વચ્ચે નવી ટ્રેન સેવાનો પ્રારંભ તેમજ ખેડબ્રહ્મા-હિંમતનગર રેલ લાઇનનું લોકાર્પણ તથા ગાંધીધામ–આદીપુર રેલ લાઇનના મલ્ટી-ટ્રેકિંગ અને કાનાલુસ–જામનગર રેલ લાઇનના ડબલિંગનું રાષ્ટ્રને સમર્પણ કરવામાં આવશે, જેનાથી ઉત્તર ગુજરાત અને રાજ્યના મધ્ય ભાગ વચ્ચે ઝડપી, સુલભ અને વિશ્વસનીય પરિવહન વ્યવસ્થા સ્થાપિત થશે.
રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં વ્યાપક વિસ્તરણ અને આધુનિકીકરણ
Gujarat railway projects: આ પ્રોજેક્ટ્સ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પૂરતા મર્યાદિત નથી, પરંતુ સમગ્ર વિસ્તારના સામાજિક અને આર્થિક પરિવર્તન માટે પ્રેરક સાબિત થશે. વધુ સારી રેલ કનેક્ટિવિટીથી વેપાર, પ્રવાસન, શિક્ષણ અને આરોગ્ય સેવાઓ સુધી પહોંચવું સરળ બનશે, સાથે જ સ્થાનિક સ્તરે રોજગારી અને ઉદ્યોગોને વેગ મળશે.
લોકાર્પણ થનારા મુખ્ય રેલ પ્રોજેક્ટ્સ

કાનાલુસ – જામનગર રેલખંડનું ડબલિંગ (27 કિમી)
Gujarat railway projects: ₹257 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા આ પ્રોજેક્ટ હેઠળ હવે એક જ માર્ગ પર બે ટ્રેક ઉપલબ્ધ થયા છે, જેનાથી ટ્રેનોના સંચાલનમાં વિલંબ ઘટશે. મુસાફરોને સમયસર ટ્રેન મળશે અને મુસાફરી વધુ આરામદાયક બનશે. માલગાડીઓની ગતિમાં વધારો થવાથી વેપારને પણ લાભ થશે. આ પ્રોજેક્ટ જામનગર અને આસપાસના વિસ્તારોના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે તથા ભવિષ્યમાં નવી ટ્રેનો દોડાવવા માટે પણ સહાયક સાબિત થશે.
નવી ટ્રેન સેવા: પ્રાદેશિક વિકાસને પ્રોત્સાહન
ખેડબ્રહ્માથી હિંમતનગર થઈ અમદાવાદ (અસારવા) સુધી શરૂ થનારી નવી ટ્રેન સેવા સામાન્ય જનતા માટે દૈનિક મુસાફરી સરળ બનાવશે. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને દર્દીઓ માટે શહેર સુધી અવરજવર વધુ સુવિધાજનક અને સસ્તી બનશે. આનાથી ગ્રામીણ અને આદિવાસી વિસ્તારોનો સીધો સંપર્ક મોટા શહેરો સાથે થશે, જેનાથી જીવનધોરણમાં સુધારો આવશે અને સ્થાનિક વેપારીઓને નવા બજાર ઉપલબ્ધ થશે.
આ પણ વાંચો:- PM Modi Gujarat News: મોદી ગુજરાત મુલાકાત: વાવ-થરાદમાં મોટા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત
ખેડબ્રહ્મા – હિંમતનગર રેલ લાઇન (55 કિમી)
Gujarat railway projects: ₹482 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી સાબરકાંઠા વિસ્તારને સીધી રેલ સુવિધા પ્રાપ્ત થશે. હવે લોકો અમદાવાદથી નાના અંબાજી સુધી ઓછા સમયમાં અને સસ્તા ભાડામાં સરળતાથી પહોંચી શકશે. ખેડૂતોને તેમના ઉત્પાદનો બજાર સુધી ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે, જેનાથી તેમની આવકમાં વધારો થશે. આ પ્રોજેક્ટ સ્થાનિક યુવાનો માટે રોજગારીની નવી તકો પણ ઉભી કરશે અને પ્રાદેશિક વિકાસને ગતિ આપશે.
ગાંધીધામ – આદિપુર રેલખંડનું મલ્ટીટ્રેકિંગ (11 કિમી)
₹152 કરોડના ખર્ચે નિર્મિત આ નવી રેલ લાઇનથી માલગાડીઓની અવરજવર સુગમ થશે. કંડલા પોર્ટ અને આસપાસના ઉદ્યોગોને માલ પરિવહનમાં તેજી મળશે, જેનાથી વેપારને વેગ મળશે. ટ્રેનોના સમયપાલનમાં સુધારો થશે અને મુસાફરોને ઓછી અસુવિધા થશે. ખાસ કરીને મીઠું, કન્ટેનર, ખાતર, પેટ્રોલિયમ ઉત્પાદનો અને કોલસાના પરિવહનમાં ગતિ અને કાર્યક્ષમતા વધશે, જેનાથી લોજિસ્ટિક્સ સિસ્ટમ વધુ મજબૂત બનશે.
સર્વસમાવેશક વિકાસની દિશામાં સશક્ત કદમ
ભારતીય રેલવે દ્વારા કરવામાં આવી રહેલી આવી પહેલો દેશના અંતિમ છેડા સુધી કનેક્ટિવિટી સુનિશ્ચિત કરીને “સૌનો સાથ, સૌનો વિકાસ” ના સિદ્ધાંતને સાકાર કરે છે. આ પ્રોજેક્ટ્સ રાજ્યના સમગ્ર વિકાસમાં મહત્વનું યોગદાન આપશે તથા ભારતને આત્મનિર્ભર અને આર્થિક રીતે સશક્ત બનાવવાની દિશામાં માઇલસ્ટોન સાબિત થશે. પ્રધાનમંત્રી દ્વારા આ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવશે.
