Kids mask

Masks not recommended for kids below 5 yr: સ્વાસ્થ્ય મંત્રાલયે 18 વર્ષથી નાની ઉંમરના બાળકો માટે જાહેર કરી કોવિડ સંબંધિત નવી ગાઈડલાઈન

Masks not recommended for kids below 5 yr: પાંચ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ Masks not recommended for kids below 5 yr: કોરોના વાયરસ મોટાની સાથે-સાથે બાળકોને પણ ઝડપથી પોતાની ચપેટમાં લઈ રહ્યો છે. કેન્દ્રએ ગુરૂવારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે કોવિડથી સંબંધિત કેટલીક ગાઈડલાઈન જારી કરી છે. ઓમિક્રોન વેરિઅન્ટના કારણે કોરોનાના વધતા કેસ પર નિષ્ણાંતોના ગ્રૂપે કોરોના પર પહેલાની ગાઈડલાઈનની સમીક્ષા કરી હતી. જે બાદ બાળકો માટે આ ગાઈડલાઈનમાં કેટલીક નવી વસ્તુ સામેલ કરવામાં આવી છે.

નવી ગાઈડલાઈન અનુસાર જો સ્ટેરૉયડનો ઉપયોગ કરવામાં આવે છે તો 10-14 દિવસમાં આનો ડોઝ ઓછો કરી દેવો જોઈએ. કેન્દ્રએ કોવિડ બાદની સારસંભાળ વધારે જોર આપ્યુ છે. પાંચ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના બાળકો માટે માસ્ક જરૂરી નથી. 6-11 વર્ષની ઉંમરના બાળકો પોતાના માતા-પિતાની દેખરેખમાં યોગ્ય રીતે માસ્ક પહેરે, 12 વર્ષ અને તેનાથી વધારે ઉંમરનાને મોટાની જેમ જ માસ્ક પહેરવો જોઈએ.

આ પણ વાંચોઃ Somnath Circuit House Inauguration: PM મોદી નવા સર્કિટ હાઉસનું કર્યું વર્ચ્યુઅલી ઉદ્ઘાટન, ભક્તોને મળશે અનેક સુવિધાઓ

મંત્રાલયે કહ્યુ કે એસિમ્ટોમેટિક અને સામાન્ય કેસમાં થેરાપી કે પ્રોફિલેક્સિસ માટે એન્ટિમાઈક્રોબિયલ દવાઓની સલાહ આપવામાં આવી નથી. સંક્રમણની ગંભીરતા છતાં 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે એન્ટીવાયરલ કે મોનોક્લોનલ એન્ટીબોડીના ઉપયોગની સલાહ આપવામાં આવી નથી.

કોરોનાના દર્દીને ત્રણ લેયર વાળો માસ્ક પહેરવો જોઈએ. સ્ટેરોયડના ઉપયોગની સલાહ આપવામાં આવી નથી. સ્ટેરોયડના કોવિડ-19 ના એસિમ્ટોમેટિક અને સામાન્ય કેસમાં હાનિકારક ગણાવ્યા છે. સ્ટેરોયડ યોગ્ય સમય પર, સાચા ડોઝમાં અને નક્કી દિવસ માટે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે. તમામ સામાન્ય અને ગંભીર કેસમાં કૉર્ટિકોસ્ટેરૉઈડ્સનો ઉપયોગ કરવામાં આવી શકે છે. ચિકિત્સા આધારે આને પાંચથી સાત દિવસ સુધી જારી રાખી શકે છે. ગાઈડલાઈન અનુસાર લક્ષણની શરૂઆત બાદથી પહેલા ત્રણથી પાંચ દિવસમાં સ્ટેરૉયડથી બચવુ જોઈએ કેમ કે આ વાયરલ શેડિંગને લાંબુ ખેંચે છે.

Gujarati banner 01