ration app

હવે કામ બનશે વધુ સરળઃ ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration’ નામની લોન્ચ કરી મોબાઈલ એપ, મળશે દરેક પ્રકારની વિગત

Mera Ration

નવી દિલ્હી, 15 માર્ચઃ ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ભારતમાં ‘Mera Ration’ નામનું મોબાઈલ એપ લોન્ચ કર્યુ છે. જેમાં જરૂરિયાતમંદ લોકોને નજીકની Fair Price Shopની સાથે રેશન કાર્ડમાં પોતાની સ્થિતી અને રેશન કાર્ડ ધારકોને મળતી સુવિધાઓની સમગ્ર વિગતો મળી જશે. Mera Ration mobile app ને Androd Smartphones માટે લોન્ચ કરવામાં આવ્યુ છે. ત્યારે આવા સમયે યુઝર્સ તેને Google Play Store માંથી ડાઉનલોડ કરી શકશે.

હકીકતમાં જોઈએ તો, આજકાલ દરેક ઘરમાં કોઈને કોઈ સભ્યના હાથમાં સ્માર્ટફોન મળી જશે. ત્યારે સરકારનો પણ એવો પ્રયત્ન છે કે, લોકોને તેમના મોબાઈલમાં જ આવા અમુક એપ્સ હોય, જેના પર જરૂરતના હિસાબે સરકારી સ્કીમ અને લાભોની સમગ્ર વિગતો તેમને મળી જાય.

ADVT Dental Titanium

One Nation-One Ration Card પહેલની દિશામાં આગળ વધુ એક ડગલુ ભરતા ‘Mera Ration’ મોબાઈલ એપ લોન્ચ કરવામા આવ્યુ છે. રેશન કાર્ડ હોલ્ડર્સ જો પોતાના નિવાસ સ્થાન બદલી નવી જગ્યાએ જાય છે, તો ત્યાં પણ તે મોબાઈલમાં જોઈ શકશે કે, નજીકમાં વ્યાજભી ભાવની દુકાન ક્યાં આવેલી છે. ત્યાં કઈ કઈ સુવિધા છે. સરકારી ડેટા અનુસાર દેશભરમાં 69 કરોડ લોકો National Food Security Act (NFSA) ફાયદો ઉઠાવી રહ્યા છે. તથા તેમાં ઘણા બધા ફાયદા અને લાભ પણ મળે છે.

National Food Security Act (NFSA)ની વિગતો જણાવી દઈએ જેમ કે, રેશન કાર્ડ હોવાથી આપને 1થી લઈને 3 રૂપિયા સુધીમાં કિલોગ્રામના હિસાબે અનાજ મળે છે. આ સુવિધા 32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કરોડો જનતા ઉઠાવી રહી છે. ત્યારે હવે આ એપ દ્વારા આ તમામ લોકોને મોટો ફાયદો થવાનો છે. હાલમાં આ એપમાં હિન્દી અને અંગ્રેજીમાં જાણકારી મળી રહી છે. આગામી દિવસોમાં તે 14 ભાષામાં કામ કરશે. જેથી દેશભરના લોકોને તેમાંથી વિગતો મળી જાય.

Whatsapp Join Banner Guj

Mera Ration mobile appનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. સૌથી પહેલા આ એપને પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો. ડાઉનલોડ કર્યા બાદ તમારો મોબાઈલ નંબર રાખીને પોતાને રજીસ્ટરર્ડ કરો. રજીસ્ટર્ડ થયા બાદ આપના રેશન કાર્ડનો નંબર માગશે. નંબર નાખ્યા બાદ સબમિટ કરો. ત્યાર બાદ આપના ખાતાને લગતી તમામ વિગતો તેમાં બતાવશે. જેમાં તમને રેશન કાર્ડનો કોટા, છેલ્લા 6 મહિનાના ટ્રાંજેક્શન અને આધાર સીડિંગની જાણકારી પણ મળશે.

આ પણ વાંચો…

કેન્દ્રીય શિક્ષણ મંત્રીની મોટી જાહેરાતઃ હવે આ રીતે સરળતાથી મેળવી શકાશે વેરિફાઇડ ઓનલાઇન ટીચર્સ પ્યુપિલ રજીસ્ટ્રેશન મેનેજમેન્ટ સિસ્ટમ (OTPRMS) પ્રમાણપત્રો