QT O3 10 1024x683 1

મુકેશ અંબાણીના પત્ની બનશે પ્રોફેસર: દેશની આ યુનિવર્સિટીમાં લેશે લેક્ચર, જાણો કેટલું ભણેલા છે નીતા અંબાણી(nita ambani)

nita ambani

મુંબઇ, 15 માર્ચઃ રિલાંયસ ફાઉંડેશનના અધ્યક્ષ અને રિલાયંસ ઈંડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક નીતા અંબાણી ટૂંક સમયમાં વિજિટીંગ પ્રોફેસર તરીકે બીએચયુ જોઈન કરશે. તેઓ બીએચયુમાં મહિલા અધ્યયના પાઠ ભણાવશે. સામાજિક વિજ્ઞાનના ડીન પ્રોફેસર કૌશલ કિશોર મિશ્રાએ નીતા અંબાણી(nita ambani)ના ભણાવવાની વાતની પુષ્ટિ કરી છે. પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, બીએચયુના સામાજિક વિજ્ઞાન તરફથી 12 માર્ચના રોજ આ પ્રસ્તાવ મોકલી દેવામાં આવ્યો છે.

ADVT Dental Titanium

નીતા અંબાણી(nita ambani)ને બીએચયુ સાથે જોડવા પાછળ બનારસ સહિત પૂર્વાંચલમાં મહિલાઓના જીવનસ્તર સુધારવાનું કારણ બતાવવામાં આવ્યુ છે. ઉલ્લેખનીય છે કે, આપને જણાવી દઈએ કે, રિલાયંસ ઈંડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી મુંબઈ યુનિવર્સિટીમાંથી બીકોમ કર્યુ છે. તેમણે વર્ષ 2014માં રિલાયંસ ઈંડસ્ટ્રીઝના કાર્યકારી નિર્દેશક બનાવામાં આવ્યા હતાં. આ ઉપરાંત તેઓ આઈપીએલ ક્રિકેટ ટીમ મુંબઈ ઈંડિયંસના કો-ઓનર પણ છે. આ ઉપરાંત વર્ષ 2010થી તેઓ રિલાયંસ ફાઉંડેશન પણ ચલાવી રહ્યા છે.

Whatsapp Join Banner Guj

આ પણ વાંચો…

હવે કામ બનશે વધુ સરળઃ ભારત સરકારે રેશન કાર્ડ ધારકો માટે ‘Mera Ration’ નામની લોન્ચ કરી મોબાઈલ એપ, મળશે દરેક પ્રકારની વિગત