civil hospital organ donate

Organ donation of son: બ્રેઇન ડેડ દિકરાનું અંગદાન કરીને માતાએ ૪ અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું

  • Organ donation of son: ખેડા જિલ્લાના કપડવંજના ૧૯ વર્ષીય કિશનભાઇ પરમારનું બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન બ્રેઇન ડેડ થતા માતાએ અંગદાનનો નિર્ણય કર્યો
  • બ્રેઇન ડેડ દિકરાનું અંગદાન કરીને માતાએ ૪ અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું- ડૉ.રાકેશ જોષી, સિવિલ હોસ્પિટલ,સુપ્રીટેન્ડન્ટ
whatsapp banner

અમદાવાદ, 02 એપ્રિલ: Organ donation of son: અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૪૮મુ અંગદાન થયું છે. ખેડા જિલ્લાના કપડવંજના રહેવાસી અને ખેત મજૂરી કરતાં ૧૯ વર્ષનાં કિશનભાઇ પરમાર પોતાની બહેનને પરિક્ષામાં મુકીને પરત ફરી રહ્યાં હતાં . એકાએક બાઇક સ્લીપ થતાં માથાના ભાગે ગભીર ઈજા થઈ . સ્થિતી ગંભીર હોવાથી પ્રથમ વાત્રક હોસ્પિટલ અને ત્યારબાદ સઘન સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ, અમદાવાદ ખાતે ખસેડવામાં આવ્યાં.

આ પણ વાંચો:- Okha-Eranakulam Express: ઓખા- એર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેન એલએચબી રેક સાથે દોડશે

સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ ૦૨-૦૪-૨૦૨૪ ના રોજ તબીબોએ બ્રેઈન ડેડ જાહેર કર્યા. કિશનભાઈના પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી કિશનભાઈ, તેમના બે ભાઇ બહેન સાથેના પરિવારનું ખેતી કામ કરી ઘર ચલાવતા . બ્રેઇન ડેડ જાહેર કરાયા બાદ કિશનભાઇ ના માતા ગીતાબેન ગિરધરભાઇ પરમારને સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમે દ્વારા અંગદાન વિષે સમજાવ્યું . માતા ગીતાબેન પરમારે કાળજા પર પથ્થર મુકી ભારે હૈયે દિકરા કિશનનાં અંગોના દાન થકી બીજા ચાર જરૂરિયાતમંદ વ્યકિતઓને જીવનદાન આપવાનો ઉમદા નિર્ણય કર્યો.

આ સમગ્ર ઘટના વિશે વાત કરતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રીટેન્ડન્ટ ડૉ.રાકેશ જોષી એ જણાવ્યું હતું કે , આપણા સૌના પેટ ભરવાનું કામ કરતા જગતનાં તાત અંગદાતા ખેડૂત પરિવારે આજે ચાર વ્યકિતઓને અંગદાન થકી જીવનદાન (Organ donation of son) આપવાનું મહાદાન કર્યુ છે. આજે આ પ્રસંગે અન્નદાતા ખેડૂત પરિવારનાં તેમના અંગદાન મહાદાન નાં પરોપકારી નિર્ણય માટે આપણે સૌ રૂણી છીએ.

સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧૪૮ અંગદાતાઓ થકી કુલ ૪૭૭ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૪૬૦ વ્યકિતઓને જીવનન મળ્યું છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો