Goods train supply cintaner

Important achievements of Amdavad division: અમદાવાદ ડિવિઝનના પરિચાલન વિભાગે વર્ષ 2023-24માં મેળવી નોંધપાત્ર સિદ્ધિઓ

Important achievements of Amdavad division: નાણાકીય વર્ષ 23-24માં 20.893 મિલિયન ટનનું કન્ટેનર લોડિંગ નોંધાયું, જે પાછલા વર્ષની સરખામણીમાં 15% ની વધારે વૃદ્ધિ નોંધાવી છે.

whatsapp banner

અમદાવાદ, 02 એપ્રિલ: Important achievements of Amdavad division: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે મંડળ રેલ પ્રબંધક સુધીર કુમાર શર્માના માર્ગદર્શન હેઠળ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન મંડળના વિવિધ વિભાગો દ્વારા નોંધપાત્ર કામગીરી કરીને મહત્વપૂર્ણ સિદ્ધિઓ હાંસલ કરી છે. પરિચાલન વિભાગની નોંધપાત્ર સિદ્ધિઓ નીચે મુજબ છે.
માલ લદાન:
અમદાવાદ મંડળમાં દરરોજ સરેરાશ 2637 વૈગનો ની સરેરાશ લોડિંગ સાથે 48.072 મિલિયન ટનનું લોડિંગ નોંધાયું હતું.
કોમોડિટી મુજબ શ્રેષ્ઠ પ્રદર્શન:
• કન્ટેનર:
નાણાકીય વર્ષ 23-24માં 20.893 મિલિયન ટનનું કન્ટેનર લોડિંગ નોંધાયું, જે પાછલા વર્ષની સરખામણીમાં 15% ની વધારે વૃદ્ધિ નોંધાવી છે.

  • પેટ્રોલિયમ:
  • નાણાકીય વર્ષ 23-24માં 1.3 મિલિયન ટનનું પેટ્રોલિયમ લોડિંગ નોંધાયું છે, જે પાછલા વર્ષની સરખામણીમાં 15% ની નોંધપાત્ર વૃદ્ધિ નોંધાવી છે.
  • ઓટો રેક:
  • નાણાકીય વર્ષ 23-24માં 1193 રેકનો અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ આંકડો, નાણાકીય વર્ષ 22-23માં 654 રેકના અગાઉના શ્રેષ્ઠ આંકડાને પાર કર્યો.
  • અન્ય:
  • વસ્તુ ઓ ની અંતર્ગત જેમકે સામાન્ય માલસામાન, ખાદ્ય તેલ, ઔદ્યોગિક મીઠું સહિત મીઠું, ઓટોમોબાઈલ, પામ તેલ, બેન્ટોનાઈટ, બમ્બુ પલ્મ, બમ્બુ ચિપ્સ, જીપ્સમ, રેતી) ની સહિત મિલિયન ટન 10.141 મિલિયન ટન લોડિંગ થયું હતું, જે ગયા વર્ષની સરખામણીમાં 9.63 ની વધારે વૃદ્ધિ નોંધાવી.

ટ્રેનોની ઇન્ટરચેન્જ
નાણાકીય વર્ષ 23-24 એ 198.9 ના સરેરાશ ઇન્ટરચેન્જ ની સાથે અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ ડિવિઝનલ પ્રદર્શન નોંધ્યું છે. નાણાકીય વર્ષ 22-23માં રૂ. 185.21 ની સરેરાશથી 7.37% ની વૃદ્ધિ.
મેજર યાર્ડનું NI કામ પૂર્ણ
નાણાકીય વર્ષ 23-24માં તમામ સલામતીનાં પગલાં સાથે મુખ્ય યાર્ડના 21 નોન-ઇન્ટરલોકિંગ કામો સફળતાપૂર્વક ચલાવવામાં આવ્યા હતા.
કાર્ગો ગતિ શક્તિ ટર્મિનલ (GCT)
અદાણી લોજિસ્ટિક્સ લિમિટેડ નું મિડ સેકશન ટેકઓફ ની સાથે 07-11-23 ના રોજ સાથે શરૂ થયું, જે અમદાવાદ-વિરમગામ સેક્શન પરના વિરોચનનગર સ્ટેશન દ્વારા સંચાલિત છે, ડિવિઝનમાં ચોથું જીસીટી શરૂ થયું. નવકાર કોર્પોરેશન લિમિટેડ (NCLW) ને વધારવા દ્વારા વધારાની ત્રણ હેન્ડલિંગ લાઈનો દ્વારા વધારવામાં આવી છે, હવે કુલ 6 હેન્ડલિંગ લાઈનો ઉપલબ્ધ છે.
ડબલીંગ કામ (32.955 કિમી)
• મહેસાણા-ભાંડુ 8.87 કિ.મી
• પાલનપુર-ધારેવાડા 24.085 કિ.મી

નાણાકીયવર્ષ23-24માં વીજળીકરણ:
વીજળીકરણ માર્ગ રૂટ કિમી 1118.67 (1080.432 મુખ્ય લાઇન + 38.238 સાઈડિંગ)
યાતાયાત સુવિધા કાર્ય
ચાર્જિંગ અને પાણીની સુવિધા સાથે ત્રણ સ્ટેબલિંગ લાઇન પૂરી પાડીને ગાંધીનગર કેપિટલ સ્ટેશન પર કોચિંગ ટર્મિનલનું શરૂઆત. ગાંધીધામ યાર્ડ રિમોડેલિંગની કામગીરી પૂર્ણ.
DFC કનેક્ટિવિટી:
આરટીઆર માધ્યમ થી મહેસાણા સ્ટેશનથી ડીએફસીની કનેક્ટિવિટી.
સાણંદ (દક્ષિણ) અને નવા મકરપુરા વચ્ચે ડીએફસી કનેક્ટિવિટી.
ડિવિઝનની નૂર બાસ્કેટમાં નવી વસ્તુઓ ઉમેરવામાં આવી છે:
બમ્બુ ચિપ્સ: 21 રેક લોડ કરવામાં આવ્યા જેના પરિણામે ₹8.65 કરોડની નૂર આવક થઈ હતી.
સ્ટીલ બિલેટ્સ: 13 રેક લોડ કરવામાં આવ્યા હતા જેના પરિણામે ₹4.89 કરોડની માલ ઢુંલાઇ રાજસ્વ પ્રાપ્ત થયું.
બ્રિઝ કોક: 3 રેક લોડ કરવામાં આવ્યા જેના પરિણામે ₹2.71 કરોડની માલ ઢુંલાઇ રાજસ્વ પ્રાપ્ત થયું.
સમયની પાબંદી:
મેલ એક્સપ્રેસ 86.27%
પેસેન્જર 87.66%
કુલ 86.64%

આ પણ વાંચો:- Organ donation of son: બ્રેઇન ડેડ દિકરાનું અંગદાન કરીને માતાએ ૪ અન્ય માતાઓના સંતાનોને નવજીવન બક્ષ્યું

નવી ટ્રેનોની શરૂઆત
1 12461/12462 જોધપુર-સાબરમતી વંદે ભારત એક્સપ્રેસ
2 20475/20476 બીકાનેર-પુણે સુપરફાસ્ટ એક્સપ્રેસ
3 09481/09482 મહેસાણા-પાટણ-ભીલડી પેસેન્જર
4 19271/19272 ભાવનગર-હરિદ્વાર સાપ્તાહિક
5 12945/12946 વેરાવળ-બનારસ સાપ્તાહિક
6 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ
7 19203/19204 વેરાવળ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક
8 09409/19010 અમદાવાદ – એકતાનગર હેરિટેજ સ્પેશિયલ
9 12997/12998 બાંદ્રા ટર્મિનસ- બાડમેર સાપ્તાહિક
10 19009/19010 બાંદ્રા ટર્મિનસ- બાડમેર સાપ્તાહિક
11 22961/22962 અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ વંદે ભારત એક્સપ્રેસ

ટ્રેનોનું વિસ્તરણ:
ટ્રેન નં. 09543/09544 અસારવા-ડુંગરપુર એક્સપ્રેસ ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેન નંબર 22925/22926 અમદાવાદ-જામનગર વંદે ભારત એક્સપ્રેસ ઓખા સુધી લંબાવવામાં આવી છે.
ટ્રેનોના વધારાના સ્ટોપેજ
5 સ્ટેશન ચાંદલોડિયા, કલોલ, ભાભર, સિદ્ધપુર અને મહેસાણા પર વિવિધ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યા હતા.
ટ્રેનોની ફ્રીક્વન્સીમાં વધારો:
ટ્રેન નં. 09483/84 (મહેસાણા-પાટણ) 5 દિવસ/અઠવાડિયાથી દરરોજ
ટ્રેન નં. 09543/44 (અમદાવાદ-ડુંગરપુર) 6 દિવસ/અઠવાડિયાથી દરરોજ
ટ્રેન નંબર 09409/10 (અમદાવાદ-એકતાનગર હેરિટેજ સ્પેશિયલ) સાપ્તાહિકથી દ્વિ-સાપ્તાહિક.

આસ્થા વિશેષ:
અમદાવાદ ડિવિઝન દ્વારા નવનિર્મિત રામજન્મ ભૂમિમંદિરના દર્શન માટે ભક્તોની સુવિધા માટે 50 આસ્થા વિશેષ ટ્રેનો ચલાવવામાં આવી
વધારાના કોચ સ્થાપિત:
વિવિધ ટ્રેનોમાંકુલ1113 વધારાના કોચ લગાવવામાં આવ્યા હતા.
વધારાની કોચિંગ ટ્રેનો:
અગાઉના વર્ષ દરમિયાન 1027 તુલના માં નાણાકીય વર્ષ 23-24 દરમિયાન 3270 કોચિંગ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી હતી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો