Protect Facebook account: જો તમારા ફેસબુક એકાઉન્ટમાં પ્રોટેક્ટ ચાલુ નહીં હોય તો ફેસબુક અકાઉન્ટ બંદ થઈ શકે છે; જાણો કેવી રીતે ચાલુ કરી શકાય
Protect Facebook account: કંપનીએ થોડા સમય પહેલા કેટલાક યુઝર્સને ફેસબુક પ્રોટેક્ટ ચાલુ કરવા માટે મેલ મોકલ્યો હતો. તેમાંથી જે લોકોએ આ સિસ્ટમને ચાલુ નથી કરી, તેમનું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે.
અમદાવાદ, 20 માર્ચ: Protect Facebook account: ફેસબુક પ્રોટેક્ટ કેવી રીતે ચાલુ કરવું જો તમે ફેસબુક પ્રોટેક્ટ ચાલુ નથી કર્યું તો તમે તેના અમુક સ્ટેપ્સ ફોલો કરીને એક્ટિવેટ કરી શકો છો. સૌથી પહેલા તમારે ફેસબુક અકાઉન્ટના સેટિંગમાં જવું પડશે. અહીં તમને Security and Loginનો ઓપ્શન મળશે. તેના પર ટેપ કર્યા પછી તમને લિસ્ટમાં ફેસબુક પ્રોટેક્ટ મળી જશે. તેના પર ક્લિક કરીને તમે સ્ક્રિન પર આવતા સ્ટેપ્સને ફોલો કરીને તેને ચાલુ કરી શકો છો.
ફેસબુક તે અકાઉન્ટને બંધ કરી રહ્યું છે, જેમને ફેસબુક પ્રોટેક્ટ ચાલુ નથી કર્યું. (Protect Facebook account) કંપનીએ થોડા સમય પહેલા કેટલાક યુઝર્સને ફેસબુક પ્રોટેક્ટ ચાલુ કરવા માટે મેલ મોકલ્યો હતો. તેમાંથી જે લોકોએ આ સિસ્ટમને ચાલુ નથી કરી, તેમનું અકાઉન્ટ બંધ કરી દેવામાં આવ્યું છે. અકાઉન્ટ ત્યારે એક્સેસ કરી શકશે, જ્યારે તેઓ ફેસબુક પ્રોટેક્ટને ચાલુ કરશે.
ફેસબુકે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ફેસબુક પ્રોટેક્ટને ટેસ્ટિંગ ફેઝમાંથી બહાર કાઢીને ગ્લોબલી રોલઆઉટ કર્યું હતું. પ્લેટફોર્મનું કહેવું છે કે આ એક સિક્યોરિટી પ્રોગ્રામ છે, (Protect Facebook account) જે યુઝરના ફેસબુક અકાઉન્ટને સેફ રાખવામાં મદદ કરે છે. પ્લેટફોર્મનું કહેવું છે કે આ ખાસ કરીને તે યુઝર્સ માટે છે, જે હેકર્સના નિશાના પર આવી શકે છે. તેમાં પત્રકાર, સરકારી કર્મચારી, અને હ્યુમન રાઈટ એક્ટિવિસ્ટ જેવા લોકો સામેલ છે.
આ પણ વાંચો..Attack on a mosque in canada: કેનેડામાં મસ્જિદ પર હમલાનો મામલો આવ્યો સામે, વાંચો વિગતે