Banner

Attack on a mosque in canada: કેનેડામાં મસ્જિદ પર હમલાનો મામલો આવ્યો સામે, વાંચો વિગતે

Attack on a mosque in canada: હુમલામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી, પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી

નવી દિલ્હી, ૨૦ માર્ચ: Attack on a mosque in canada: કેનેડામાં મસ્જિદ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. કેનેડામાં, શનિવારે, એક વ્યક્તિએ મસ્જિદમાં હાજર લોકો પર કુહાડી અને સ્પ્રે વડે હુમલો કર્યો, જોકે આ હુમલામાં કોઈને ગંભીર ઈજા થઈ નથી. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

પોલીસે માહિતી આપી છે કે ટોરોન્ટોના ઉપનગર મિસિસાગામાં એક 24 વર્ષીય વ્યક્તિ એક મસ્જિદમાં ઘૂસી ગયો હતો. પોલીસ પહોંચે અને તેને કાબુમાં લઈને તેની ધરપકડ કરે એ પહેલા તેણે મસ્જિદમાં હાજર લોકો પર સ્પ્રે કર્યો. સ્પ્રેના કારણે કેટલાક લોકોને સામાન્ય ઈજાઓ થઈ છે.

આ પણ વાંચો: India weather update: આજથી દેશના મોટાભાગના રાજ્યોમાં તાપમાનમાં ઘટાડો થવાનું હવામાન વિભાગે આપ્યા સંકેત

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ એક ટ્વિટ કરીને હુમલાની નિંદા કરી અને તેને અવિશ્વસનીય રીતે પરેશાન કરનાર ગણાવી હતી. ટ્રુડોએ લખ્યું, ‘હું આ હિંસાની સખત નિંદા કરું છું, જેને કેનેડામાં કોઈ સ્થાન નથી.’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે લોકો સવારે આ હુમલા દરમિયાન મસ્જિદમાં હાજર હતા હું તેમની હિંમતને પણ બિરદાવું છું. ટોરોન્ટોના મેયર અને ઑન્ટેરિયોના પ્રાંતીય વડા પ્રધાન સહિત અન્ય જાહેર વ્યક્તિઓએ પણ આ ઘટનાની નિંદા કરી છે.

Gujarati banner 01