Petrol Diesel Price In Gujarat

Increase in diesel price up to Rs 28 per liter: જથ્થાબંધ ડીઝલની ખરીદી પર ઓઈલ કંપનીઓએ 28 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો છે.

Increase in diesel price up to Rs 28 per liter: રિટેલ પ્રાઈઝમાં કોઈ વધારો થયો નથી.

અમદાવાદ, 20 માર્ચ: Increase in diesel price up to Rs 28 per liter: જથ્થાબંધ ડીઝલની ખરીદી પર ઓઈલ કંપનીઓએ 28 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો છે. આ પગલું પેટ્રોલ અને ડીઝલ પર થતા નુકસાનને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર, બસ ઓપરેટરો અને મોલ્સ વગેરે જેવા જથ્થાબંધ ખરીદદારોના ઉપયોગ માટે ખરીદેલા ડીઝલ પર જ આ વધારો કરવામાં આવ્યો છે. રિટેલ પ્રાઈઝમાં કોઈ વધારો થયો નથી.

ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપ પર સતત પાંચમા મહિને વેચાણ વધ્યું છે. આનું કારણ એ છે કે બસ ઓપરેટરો અને મોલ્સ જેવા જથ્થાબંધ ખરીદદારો પણ સસ્તા ડીઝલ માટે પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધા ટેન્કર બુક કરવાને બદલે પંપ (ફ્યુઅલ ડીલર્સ) પાસેથી ડીઝલ ખરીદે છે. જેના કારણે પેટ્રોલિયમ કંપનીઓનું નુકસાન વધુ વધ્યું છે. આ નુકસાનનો સામનો કરવા માટે કંપનીઓ તેમના સ્તરે પ્રયાસ કરી રહી છે.

રેટિંગ એજન્સી ઇકરાના વાઇસ પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $1 મોંઘું થાય છે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 55-60 પૈસા પ્રતિ લિટરનો વધારો થાય છે. આવી સ્થિતિમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આ સિવાય આ રિપોર્ટ અનુસાર ઓઈલ કંપનીઓને ખોટમાંથી બહાર આવવા માટે 12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવો પડશે.

પેટ્રોલિયમ કંપનીઓના નુકસાનની ભરપાઈ: ડીઝલની જથ્થાબંધ ખરીદીમાં 28 રુપિયા સુધીની વધુ કિંમત ચૂકવવી પડશે, રિટેલ ગ્રાહકો પર કોઈ અસર નહીં
જથ્થાબંધ ડીઝલની ખરીદી પર ઓઈલ કંપનીઓએ 28 રૂપિયા પ્રતિ લીટર સુધીનો વધારો કર્યો છે. આ પગલું પેટ્રોલ અને ડીઝલ પર થતા નુકસાનને ઘટાડવા માટે લેવામાં આવ્યું છે. સૂત્રના જણાવ્યા અનુસાર, બસ ઓપરેટરો અને મોલ્સ વગેરે જેવા જથ્થાબંધ ખરીદદારોના ઉપયોગ માટે ખરીદેલા ડીઝલ પર જ આ વધારો કરવામાં આવ્યો છે. રિટેલ પ્રાઈઝમાં કોઈ વધારો થયો નથી.

ઓઈલ કંપનીઓના જણાવ્યા અનુસાર પેટ્રોલ પંપ પર સતત પાંચમા મહિને વેચાણ વધ્યું છે. આનું કારણ એ છે કે બસ ઓપરેટરો અને મોલ્સ જેવા જથ્થાબંધ ખરીદદારો પણ સસ્તા ડીઝલ માટે પેટ્રોલિયમ કંપનીઓ પાસેથી સીધા ટેન્કર બુક કરવાને બદલે પંપ (ફ્યુઅલ ડીલર્સ) પાસેથી ડીઝલ ખરીદે છે. જેના કારણે પેટ્રોલિયમ કંપનીઓનું નુકસાન વધુ વધ્યું છે. આ નુકસાનનો સામનો કરવા માટે કંપનીઓ તેમના સ્તરે પ્રયાસ કરી રહી છે.

Increase in diesel price up to Rs 28 per liter

મુંબઈમાં 94 રૂપિયાનું ડીઝલ 122માં મુંબઈમાં જથ્થાબંધ ખરીદદારો માટે ડીઝલની કિંમત 122.05 રૂપિયા પ્રતિ લીટર થઈ ગઈ છે. અહીં પેટ્રોલ પંપ પર ડીઝલ 94.14 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, જથ્થાબંધ ખરીદદારોએ ડીઝલ માટે પ્રતિ લિટર 28 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જ્યારે દિલ્હીના પેટ્રોલ સ્ટેશનો પર ડીઝલની કિંમત 86.67 રૂપિયા પ્રતિ લિટર છે, જ્યારે હોલસેલ અથવા ઔદ્યોગિક ગ્રાહકો માટે તેની કિંમત 115 રૂપિયા પ્રતિ લિટર છે.

સૌથી વધુ નુકસાન નાયરા એનર્જી, જિયો-બીપી અને શેલને નાયરા એનર્જી, જીઓ-બીપી અને શેલ જેવા ખાનગી છૂટક વિતરકોને સૌથી વધુ નુકસાન થયું છે. 2008માં, સરકારે પબ્લિક સેક્ટર (PSU) રિટેલ ડીલરોને નીચા ભાવે પેટ્રોલ અને ડીઝલ વેચવા માટે સબસિડી આપી હતી, પરંતુ ખાનગી રિટેલ ડીલરોને આવી યોજનામાંથી બહાર રાખવામાં આવ્યા હતા.

આ વખતે, PSU રિટેલ ડીલરોને ઇન્વેન્ટરીમાં થયેલા ફાયદા અને ઉચ્ચ રિફાઇનિંગ માર્જિનમાંથી તેમની ખોટની ભરપાઈ કરવા માટે કહેવામાં આવ્યું છે જે તેઓ અત્યારે કમાઈ રહ્યા છે. પરંતુ ખાનગી રિટેલ ડીલરો જેમ કે નાયરા એનર્જી, જિયો-બીપી અને શેલ પાસે રિટેલ નુકસાનને ભરપાઈ કરવા રિફાઈનરીઓ નથી. જેના કારણે તેઓને વધુ તકલીફ પડી રહી હતી. આવી સ્થિતિમાં પંપ બંધ કરવો એ તેની પાસે રહેલો છેલ્લો વિકલ્પ છે.

રિલાયન્સે ડીઝલ સપ્લાયમાં ઘટાડો કર્યો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે તેના ફ્યુલ ડીલરોને ડીઝલના પુરવઠામાં 50% ઘટાડો કરવા જણાવ્યું છે. કારણ કે તેના વેચાણ પર કંપનીને પ્રતિ લીટર 10-12 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે.

આ પણ વાંચો..Protect Facebook account: જો તમારા ફેસબુક એકાઉન્ટમાં પ્રોટેક્ટ ચાલુ નહીં હોય તો ફેસબુક અકાઉન્ટ બંદ થઈ શકે છે; જાણો કેવી રીતે ચાલુ કરી શકાય

મળતી માહિતી મુજબ, કંપનીએ બુધવારે રાત્રે મળેલી બેઠકમાં ગુરુવારથી ડીઝલનો પુરવઠો અડધો કરવાનો નિર્ણય લીધો હતો. એક Jio-BP ડીલરે જણાવ્યું કે એરિયા મેનેજરે માહિતી આપી હતી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ડિસેમ્બર 2021માં મારા દ્વારા વેચવામાં આવેલા ડીઝલના માત્ર અડધા જથ્થાને સપ્લાય કરશે. તેઓ ડિસેમ્બરને બેન્ચમાર્ક તરીકે લઈ રહ્યા છે.

શું તેલ કંપનીઓ ખરેખર ખોટ કરી રહી છે?
આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલની કિંમત 100 ડોલર પ્રતિ બેરલની નજીક છે. તે જ સમયે, તેલ કંપનીઓએ 3 નવેમ્બરથી પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી, પરંતુ ત્યારથી ક્રૂડ તેલ પ્રતિ બેરલ $ 30 થી વધુ મોંઘું થઈ ગયું છે. જેના કારણે જથ્થાબંધ ખરીદદારો માટે ડીઝલ મોંઘુ થઈ ગયું છે.

રેટિંગ એજન્સી ઇકરાના વાઇસ પ્રેસિડેન્ટ અને કો-ગ્રુપ હેડ પ્રશાંત વશિષ્ઠના જણાવ્યા અનુસાર, જ્યારે ક્રૂડ ઓઇલ બેરલ દીઠ $1 મોંઘું થાય છે ત્યારે દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સરેરાશ 55-60 પૈસા પ્રતિ લિટરનો વધારો થાય છે. આવી સ્થિતિમાં અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 15 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. આ સિવાય આ રિપોર્ટ અનુસાર ઓઈલ કંપનીઓને ખોટમાંથી બહાર આવવા માટે 12 રૂપિયા પ્રતિ લીટરનો વધારો કરવો પડશે.

બધા માટે કેમ ભાવ ન વધ્યા?
ભલે સરકાર કહે છે કે પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો પર હવે તેમનું નિયંત્રણ નથી, પરંતુ એવું જોવા મળે છે કે ચૂંટણી દરમિયાન પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા નથી. તાજેતરમાં જ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ છે. આ વર્ષના અંતમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી છે.

આ પછી 2023માં રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ચૂંટણી છે. આવી સ્થિતિમાં મોંઘવારીના મોરચે નિષ્ફળ જવાથી બચવા માટે સરકાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી રહી નથી. તેનાથી ઓઈલ કંપનીઓને નુકસાન થઈ રહ્યું છે.

એક્સાઇઝ ડ્યુટીમાં સરકાર ઘટાડો કરી શકે છે કોરોનાની પ્રથમ લહેરમાં કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઈઝ ડ્યુટીમાં બે વખત પ્રતિ લીટર 15 રૂપિયાનો વધારો કર્યો હતો. જોકે, આ પછી 3 નવેમ્બરે એક્સાઈઝ ડ્યૂટીમાં પેટ્રોલ પર 5 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ પર 10 રૂપિયા પ્રતિ લિટરનો ઘટાડો કરવામાં આવ્યો હતો.

પેટ્રોલ અને ડીઝલના ભાવ કેવી રીતે નક્કી થાય છે?

જૂન 2010 સુધી સરકાર પેટ્રોલની કિંમત નક્કી કરતી હતી અને દર 15 દિવસે તેમાં ફેરફાર થતો હતો. 26 જૂન 2010 પછી, સરકારે પેટ્રોલની કિંમત નક્કી કરવાનું તેલ કંપનીઓ પર છોડી દીધું. આવી જ રીતે ઓક્ટોબર 2014 સુધી ડીઝલના ભાવ પણ સરકાર દ્વારા નક્કી કરવામાં આવ્યા હતા પરંતુ 19 ઓક્ટોબર 2014થી સરકારે આ કામ ઓઈલ કંપનીઓને સોંપી દીધું હતું. અત્યારે ઓઈલ કંપનીઓ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમત, એક્સચેન્જ રેટ, ટેક્સ, પેટ્રોલ અને ડીઝલની ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ અને બીજી ઘણી બાબતોને ધ્યાનમાં રાખીને પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ નક્કી કરે છે.

Gujarati banner 01