Gujarat high court Image

The school and hospital closed: ગુજરાત હાઇકોર્ટે 71 હોસ્પિટલોમાં ઓપરેશન અને 229 શાળાઓમાં શિક્ષણકાર્ય પર મૂક્યો પ્રતિબંધ, વાંચો શું છે મામલો ?

The school and hospital closed: રાજ્યભરના ફાયર NOC વગરના યુનિટો પર કોર્ટે સખ્તી દાખવી છે અને મુખ્ય કામકાજ બંધ કરવા આદેશ આપ્યો

અમદાવાદ, 15 ફેબ્રુઆરીઃThe school and hospital closed: લોકોના સ્વાસ્થયની ચિંતા કરતા ગુજરાત હાઈકોર્ટ હવે આકરા પાણીએ આવી છે. રાજ્યભરના ફાયર NOC વગરના યુનિટો પર કોર્ટે સખ્તી દાખવી છે અને મુખ્ય કામકાજ બંધ કરવા આદેશ આપ્યો છે.

NOC મામલે ગુજરાત સરકારે કોર્ટમાં જણાવ્યા મુજબ ગુજરાતની 71 હોસ્પિટલો અને 229 શાળાઓ પાસે ફાયર એનઓસી નથી. કોર્ટ આ આંકડો સાંભળી ચોંકી ઉઠી અને તમામ સામે એક્શન લેવા આદેશ કર્યો છે.

આ પણ વાંચોઃ Indian Embassy issued an advisory: ભારતીય વિદ્યાર્થીઓને હાલના ધોરણે યુક્રેન છોડવાની ભારતીય દૂતાવાસે આપી સલાહ

ગુજરાત હાઈકોર્ટે ફાયર નોન ઓબ્જેક્શન સર્ટિફિકેટ ન ધરાવતી રાજ્યના નગરપાલિકા વિસ્તારોમાં આવેલ 71 હોસ્પિટલોમાં ઓપરેશન બંધ કરવા આદેશ કર્યો છે. આ સિવાય કોર્ટે 229 શાળાઓમાં શિક્ષણકાર્ય પણ બંધ કરવા હુકમ ફરમાવ્યો છે.

કોર્ટે આ હોસ્પિટલોમાં માત્ર ઓપીડી જ ચાલુ રાખવા અને શાળાઓમાં ફિઝિકલ શિક્ષણકાર્ય પર પ્રતિબંધ મુક્યો છે. હાઈકોર્ટે સુરક્ષાના નિયમોનું ફરજિયાત પાલન કરાવવા માટે સરકારને હુકમ કર્યો છે.

Gujarati banner 01