Indian Embassy issued an advisory

Indian Embassy issued an advisory: ભારતીય વિદ્યાર્થીઓને હાલના ધોરણે યુક્રેન છોડવાની ભારતીય દૂતાવાસે આપી સલાહ

Indian Embassy issued an advisory: અમેરિકાએ યુક્રેનની રાજધાની કીવમાં આવેલા દુતાવાસનુ સ્થળાંતર કરી દીધુ છે

નવી દિલ્હી, 15 ફેબ્રુઆરીઃ Indian Embassy issued an advisory: યુક્રેન પર રશિયાના હુમલાનો ખતરો સતત વધી રહ્યો છે ત્યારે યુક્રેનના ભારતીય દૂતાવાસે પણ યુક્રેનમાં અભ્યાસ કરતા  વિદ્યાર્થીઓને સલાહ આપી છે કે, તેઓ વહેલી તકે પાછા ફરી જાય.સાથે સાથે યુક્રેનમાં રહેતા ભારતીય નાગરિકો દૂતાવાસ સાથે સંપર્કમાં છે.

indian embassy: Students in confusion, some plan to leave Ukraine as embassy  issues advisory on leaving | India News - Times of India

આ પહેલા અમેરિકાએ યુક્રેનની રાજધાની કીવમાં આવેલા દુતાવાસનુ સ્થળાંતર કરી દીધુ છે.આ દૂતાવાસ બીજા શહેરમાં લઈ જવાયુ છે.ભારતીય દૂતાવાસ દ્વારા એડવાઈઝરી બહાર પાડવાનુ કારણ એ છે કે, કેટલાક મીડિયા રિપોર્ટમાં અટકળો થઈ રહી છે કે રશિયા કોઈ પણ ચેતવણી આપ્યા વગર યુક્રેન પર અણધાર્યુ આક્રમણ કરી શકે છે.

ભારતીય દૂતાવાસે કહ્યુ છે કે, હાલની સ્થિતિમાં ભારતીય નાગરિકો અને કાસ કરીને વિદ્યાર્થીઓએ કામચલાઉ ધોરણે દેશ છોડી દેવો જોઈએ અને ભારતના નાગરિકોને પણ કોઈ કારણ વગર યુક્રેનની યાત્રા કરવાથી બચવાની સલાહ અપાઈ છે.સાથે સાથે યુક્રેનમાં જે ભારતીય નાગરિકો છે તેમને પણ કહેવાયુ છે કે, તેઓ જ્યાં પણ રોકાયા હોય ત્યાંની જાણકારી દૂતાવાસને આપતા રહે.જેથી જરુર પડે તો તેમની સાથે દૂતાવાસ સંપર્ક કરી શકે.

આ પણ વાંચોઃ Book launch: મોડાસા ની 22 વર્ષીય યુવતી યુવા લેખક ક્રિષ્ના પટેલના ‘જિંદગીના સરનામે’ પુસ્તકનું જિલ્લા કલેકટરના હસ્તે વિમોચન

અમેરિકાએ પોતાના દૂતાવાસના સ્થળાંતરનુ કારણ આપતા કહ્યુ હતુ કે, જે સ્થિતિ જમીન પર છે અને અમે જે જોઈ રહ્યા છે તેના કારણે અમેરિકન નાગરિકોની સુરક્ષા માટે આ સ્થળાંતર જરુરી છે.

Gujarati banner 01