Ambaji taluka vikas officer

The story of two friends: બે મિત્રોની કહાની; બંને તાલુકા વિકાસ અધિકારીની પરીક્ષામાં મેળવી ભવ્ય સફળતા

The story of two friends: બંને મિત્રો તેમના જીવનમાં અને ક્ષેત્રમાં સદૈવ સફળતાઓ મેળવે તેવી શુભકામનાઓ સહ હાર્દિક અભિનંદન…….

અહેવાલ: ક્રિષ્ના ગુપ્તા
અંબાજી, ૧૨ ડિસેમ્બરઃ
The story of two friends: દાંતા તાલુકાના અંતરિયાળ અને અતિ પછાત ગણાતા અમારા સેબલપાણી ગ્રામ પંચાયતમાં સને ૨૦૦૫માં મદદનીશ તલાટી કમ મંત્રી તરીકે પોતાની કેરિયરની શરૂઆત કરી ત્યારબાદ સેબલપાણીમાં તલાટી તરીકે ૧૦ વર્ષ સુધી સેબલપાણી ખાતે ક્વાર્ટરમાં ત્યાંજ રહીને કોઈપણ રજા વિના સતત ગરીબ પ્રજા વચ્ચે રહી રાત દિવસ જે સેવા કરેલ તેના ફળ સ્વરૂપે બે વર્ષ અગાઉ તેઓ તાલુકા વિસ્તરણ અધિકારી તરીકે નિયુક્તિ થયેલ.

અને ત્યારબાદ હાલમાં ફરીથી સેબલપાણી ગૃપ ગ્રામ પંચાયતનું વિભાજન થતાં કમલેશભાઈ ડાભીને પુનઃ સેબલપાણી ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે તેમજ અમારા સાથી મિત્ર નારણભાઇ (એન. કે.) કટેરિયાને અમારી પેટા શાખા પાડલીયા ગ્રામ પંચાયતમાં વહીવટદાર તરીકે નિયુક્તિ થયેલ.

અને હવે તેઓ બંને સાથી મિત્રો એકી સાથે ગુજરાત વિકાસ સેવા – GPSC વર્ગ -2ની ખાતાકીય પરીક્ષામાં બંને જણા ઉત્તીર્ણ થતા તેઓને તાલુકા વિકાસ અધિકારી તરીકેની ભવ્ય સફળતા પ્રાપ્ત થતાં તેઓ બંને મિત્રો તેમના જીવનમાં અને ક્ષેત્રમાં સદૈવ સફળતાઓ મેળવે તેવી શુભકામનાઓ સહ હાર્દિક અભિનંદન…….

આ પણ વાંચો…Ambaji police seized weapons: અંબાજી પોલીસે 24 જેટલા વિવિધ હથિયારો કબ્જે લીધા

Whatsapp Join Banner Guj